વેરાવળમાં આઇ.ડી.ચૌહાણ હાઇસ્કુલ સામેના વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી બે લાખની કિંમતના સાડા છ તોલા સોનાના ચોરી કર્યાની મકાન માલીકે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળમાં આઇ.ડી.ચૌહાણ હાઇસ્કુલ સામે ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા અનવરભાઇ અમીનભાઇ સુન્ની તેમના પરીવારજનો સાથે છ દિવસ પૂર્વે તા.૩ ના બપોરના સમયે મકાન બંધ કરી જૂનાગઢ ખાતે તેમના સંબંધીને ત્યાં ગયેલ હતા. જયાંથી તા.૪ ની સાંજે પરત આવેલ ત્યારે મકાનની ડેલીનો દરવાજો ખોલી અંદર ગયેલ ત્યારે ચોરી થયાનું જણાયેલ હતુ. જેથી ઘરમાં તપાસ કરી ફરીયાદ નોંધાવી હતી. જેમાં તસ્કરોએ ડેલીની વંડી ઠેકી મકાનમાં પ્રવેશ કરી ઉપરના માળે રૂમમાં કબાટની અંદર રહેલા સોનાનો રજવાડી હાર, બુટી સર સાથેની જોડી ૧ તથા વીટી ૧ અને સોનાનો ચેઇન પેન્ડલ સાથે ૧ તેમજ બુટી નંગ ર, સોનાનો દાણો મળી આશરે સાડા છ તોલા સોનાના દાગીના કિં. રૂા.૧,૯૬,૦૦૦ તથા ચાંદીના સાંકળા નંગ ર કીં. રૂા.૧પ૦૦ મળી કુલ રૂા.૧,૯૭,પ૦૦ની ચોરી થઇ હોવાનું જણાવતા તસ્કરોને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews