એક ગુલાબ જેની મહેકથી કાંટા પણ કોમળ થઈ જાય એવું જીવનમાં ઉગાડજાે : ધર્મબોધિ વિજયજી મહારાજ

0

જૈન સંઘમાં પૂ.ધર્મબોધિ વિજયજી મહારાજે પ્રવચન દરમ્યાન જણાવ્યું હતું કે, ત્રણ પ્રકારનાં જીવો હોય છે. (૧) ગુલાબના છોડ વાવી ગુલાબ ઉગાડનાર, કાંટા પ્રાયઃ દેખાય નહીં. (ર) ગુલાબ વાવે, પણ ફુલ તો ઉગે જ નહિં, કાંટા જ ઉગે (૩) કાંટા વાવે અને કાંટા જ ઉગાડે. વાત એમ છે કે, કેટલાંકના જીવનમાં પૂણ્યનો પ્રચંડ પ્રભાવ તરવરતો હોય, પણ તે એ લપસણી સીડી ઉપર લપસે નહિ. સુખની સામગ્રી પુરી, પણ તેના માધ્યમે કાળા કરતૂતો ના કરે. પાપ ઉગાડે નહિ, પરંતુ ધાર્મિકતા અને માનવતાનાં કાર્યો અને ભાવનાઓમાં રમતા રહી માત્રને માત્ર પૂણ્ય ઉગાડે તે પહેલાં પ્રકારના જીવો. દુઃખના દહાડા તૂટી પડયા હોય અને સુખની ખોજમાં નીકળેલા ન કરવાના કાર્યો પણ કરી બેસે, ત્યારે કહેવાય કાંટા વાવી કાંટા ઉગાડયા, પાપોદયમાં પાપ કર્યા, કયાંથી છેડો આવશે ભાઈ ? એ ત્રીજા પ્રકારના જીવો. વર્તમાન બીજા પ્રકારના જીવો સૌથી વધુ છે કે જેઓ સુખ- સામગ્રીથી સમૃધ્ધ છે. ગુલાબની સુગંધ માણે છે. પણ લપસી પડે છે અને ભરપુર પાપોમાં મગ્ન બની જાય છે. ડિસ્કો, દારૂ, સેકસ- સિનેમા, ડોલર- ડીનર (હિંસક) જેવી ભુલભુલામણીમાં ભટકીને ભવિષ્ય માટે કાંટા વાવે છે. ‘ આજ દિન મીઠા, તો કાલ કોણે દીઠા’ના નારા લગાવતું યુવાધન ર૦ થી ૩૦ વર્ષની ઉંમરમાં એટલા પાપો કરી બેસે છે કે બાકી જીંદગી ડિપ્રેશન જેવા માનસિક તણાવ અને ડાયાબીટીસ જેવા શારીરિક દુઃખોમાં વિતાવી પડે છે. તરસ્યું હરણું, ભટકી – ભટકીને રીબાઈ મરે છે. અફસોસ એ છે કે યુવાધન એળે ગયાનું નુકશાન આખો દેશ વેઠે છે. જીવનમાં કમસે કમ એક ગુલાબ એવું ખીલવજાે કે તેની મહેકમાં કાંટા પણ કોમળ થઈ જાય. ચાર રવિવારીય શિબીરનું બીજું ચરણ રવિવારે બપોરે ર-૩૦ થી પ-૦૦ કલાકે યોજાશે એમ જૂનાગઢ જૈન શ્વેતાબંર મૂર્તિપુજક તપ સંઘની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!