ગુજરાતે વેક્સિન શોધી લીધી, પેટાચૂંટણીમાં ભાજપરૂપી કોરોનાને રાજ્યમાંથી જાકારો અપાશે

0

ગુજરાતમાં આઠ બેઠકો ઉપર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસે કમર કસી લીધી છે. એટલે કોંગ્રેસ તો જનઆક્રોશ રેલીના માધ્યમથી પેટાચૂંટણીના પ્રચારનું રણશિંગુ પણ ફૂંકી દીધુ છે. આ વચ્ર્યુલ રેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દાવો કર્યો છે કે કોરોનાની વેક્સિન મળે કે ના મળે પણ ગુજરાતે વેક્સિન શોધી છે. આગામી ચૂંટણીમાં ભાજપરૂપી કોરોનાને ગુજરાત જાકારો આપશે. જ્યારે વિપક્ષના નેતાએ કહ્યું છે કે મહામારીમાં સરકાર વિદ્યાર્થીઓની ફી માફ કરતી નથી અને નેતાઓને હવામાં ઊડવા કરોડો રૂપિયા ખર્ચી શકે છે. ગુજરાત વિધાનસભાની આઠ પેટા ચૂંટણી માટે પડધમ વાગી ગયા છે. રાજકિય પાર્ટીએ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે . ત્યારે કોંગ્રસ પક્ષ દ્વારા કોરોના કાળમાં વચ્ર્યુલ રેલીનું આયોજન કરાયું હતુ. ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજીત આ રેલીને જન આક્રોશ વચ્ર્યુલ રેલી નામ અપાયું હતુ . કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો દાવો હતો કે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મથી ૧૦ લાખ લોકો જાેડાયા હતા. ભાજપ સરકારની ખોટી નીતિઓ ઉજાગર કરવામાં આવી હતી. કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડા જણાવ્યું હતું કે જન આક્રોશ વચ્ર્યુલ રેલીમાં મોંઘવારી, પેટાચૂંટણીનું રણશિંગું ફૂંકતી કોંગ્રેસની વચ્ર્યુઅલ રેલીમાં મોંઘવારી, બેરોજગારી, ગુનાખોરી, શિક્ષણનું વ્યાપારીકરણ, ખેડૂત વિરોધી કાયદા સહિતના મુદ્દાઓ રજૂ કરાયા બેરોજગારી, મોંઘું શિક્ષણ- વ્યાપારીકરણ, ગુન્હાખોરી, ભ્રષ્ટાચાર, આરોગ્ય મુદે, મહિલાઓની અસલામતી, ખેડુત વિરોધી કાળા કાયદા તેમજ લોકશાહીના મુલ્યોનું હનન કરતી સરમુખ અત્યાચારશાહી જેવા મુદ્દાઓ સાથે જન આક્રોશ વચ્ર્યુઅલ રેલી” નુ આયોજન કરાયું હતુ. કોરોના કાળમાં ભાજપ સાશનમાં નેતાઓએ માસ્ક અને વેન્ટિલેટરમાં તેમજ નકલી ઇન્જેક્શનમાં કૌભાંડ થયું છે. ખેડૂતોની સ્થિતિ તો ખૂબ દયનિય છે, લાંબા સમય સુધી સર્વે ના થાય વીજળી ના મળે કોઈ સહાય ના મળે. રસ્તા પર ખેડૂતો ઉતર્યા, કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો પણ સરકારને કોઈ અસર ના થઇ. કોરોનાની વેક્સીન મળે કે ના મળે પણ ગુજરાતે વેક્સીન શોધી છે. ભાજપ રૂપી કોરોના ને ગુજરાત જાકારો આપશે . ગુજરાતના ખેડૂત, વાલીઓ અને બેરોજગારોએ વેક્સીન શોધી લીધી છે . આગામી ચૂંટણીમાં એ વેક્સીન થકી ભાજપ ને જાકારો આપશે. કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં વિપક્ષીનેતા પરેશ ધાનાણીનું સંબોધન કરતા કહ્ય્šં હતુ કે ગુજરાતના વિદ્યાર્થીઓની ફી કોરોના મહામારીમાં પણ સરકાર માફ કરતી નથી . મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી હવામાં ઉડવા કરોડો રૂપિયા ખર્ચી શકે છે . ભગવાનને જેલમાં પૂર્યા અને જેલના લુખાઓ બજારમાં ટોળા કરે છે. તમામ ૮ બેઠકો ઉપર ગુજરાતનો યુવાન ભાજપના સૂપડાં સાફ કરશે આજે ગુજરાતની દીકરી આબરૂ લૂંટતી બચાવવા સરકાર પાસે ન્યાય મેળવવા દર દર ભટકે છે.કૌરવોરૂપી લોકોએ સત્તાનું સુકાન સંભાળ્યું છે, તેને ગુજરાતની દીકરીઓ માફ નહીં કરે. કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે યુવાનોને સંબોધન કરતા કહ્ય્šં હતુ કે યુવાનોને આહ્‌વાન છે કે આવો કોંગ્રેસ પાર્ટીમાં જાેડાઓ..આપણે ગુજરાતમાં પરિવર્તન લાવી શકીશું. લગાવો બેનર તમારા ગામમાં ૧૪૪ ની કલમ લાગુ છે એક પણ ભાજપના નેતાને પ્રવેશ બંધી છે. યુવાનોના સ્વાભિમાન સાથે ચેડાં થશે તો સરકારના ૪ પાયામાંથી એક પણ પાયો બાકી નહીં રહે. જનઆક્રોશ વચ્ર્યુલ રેલીને પ્રદેશ કોગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, સેવાદળના રાષ્ટ્રીય સંયોજક લાલજી દેસાઇ, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ અને વિધાનસભા ઉપનેતા શૈલેષ પરમાર સહિત નેતાઓ હાજર રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!