કાયદો બધા માટે સરખો, તો પછી ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ કેમ નહીં !!!

0

રાજ્યમાં કોરોના મહામારનો કહેર છેક માર્ચ મહિનાથી જાેવા મળી રહ્યો છે ત્યારે સંક્રમણને રોકવા રાજ્ય સરકાર અનેક પગલા લઈ રહી છે. જાે કે આ મામલે છેલ્લા કેટલાક સમયથી બેવડા ધોરણો સામે આવતા પ્રજામાં આક્રોશ અને રોધ જાેવા મળી રહ્યો હતો. જે નવરાત્રિ અને ચૂંટણીની ગાઈડ લાઈનો જાહેર થતાં સપાટી ઉપર આવ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણ વધે નહીં એ માટે સરકારે નવરાત્રિમાં કોઈપણ પ્રકારના ગરબા યોજાશ નહીં તેવી ગાઈડલાઈન જાહેર કરી છે. જ્યારે બીજી તરફ વિધાનસભાની ૮ બેઠકો ઉપરની પેટા ચૂંટણી દરમ્યાન પ્રચારની છૂટ આપવામાં આવી છે. જેને લઈને રાજ્યના નાગરિકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં ૧૭થી રપ ઓક્ટોબર દરમ્યાન નવરાત્રિ છે જ્યારે આ જ સમયગાળા દરમ્યાન વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચૂંટણી માટે પ્રચાર થશે. એટલે નવરાત્રિમાં ઢોલ નહીં ઢબુકે પણ ચૂંટણી પ્રચારના પડધમ વાગશે. શકય છે નીતિ-નિયમો નેવે મૂકી મોટી રેલીઓ, સભાઓ યોજાય વળી ગ્રુપ મીટિંગો પણ કરાશે. ત્યારે સરકારના આવા બેવડા ધોરણનો લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. ત્યારે કેટલાક લોકોએ જણાવ્યું હતું કે સાથે ગરબા રમવાથી સંક્રમણ ફેલાય તો શું રેલીમાં કે સભામાં અનેક લોકો સાથે જાેડાય તો શું સંક્રમણ ન ફેલાય ? ગુજરાતમાં ૮ બેઠકની વિધાનસભાની પેટાચૂંટણી ૩ નવેમ્બરે યોજવાની જાહેરાત ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી છે. જેની સામે જનતામાં આશ્ચર્ય સાથે રોષ ફેલાયો છે. કેમ કે ૧૭ ઓક્ટોબરથી આવી રહેલા નવ દિવસના નવરાત્રી મહોત્સવ ઉજવવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે, તો બીજીબાજુ ચૂંટણીપંચે નવરાત્રીમાં જ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર કરી શકે એ મુજબની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી માટેના ઉમેદવારી પત્ર ૧૬ ઓક્ટોબર સુધી ભરવામાં આવશ, જ્યારે મતદાન ૩ નવેમ્બરના રોજ યોજાશે. એ જાેતાં નવરાત્રિ દરમ્યાન જ રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે અનેક લોકોએ પોતાના મત રજૂ કર્યા છે જે મુજબ નવરાત્રિ ઉપર પ્રતિબંધ મૂકયો છે. ત્યારે પેટા ચૂંટણીમાં યોજાનારી સભાઓ, ગ્રુપ મીટિંગો અને રેલીઓ ઉપર પણ પ્રતિબંધ મૂકાવો જાેઈએ. તો બીજી તરફ હાઈકોર્ટ દ્વારા નિયમોના પાલનની સૂચના છતાં અત્યાર સુધી એકેય નેતા કે રાજકીય પક્ષના લોકો સામે દંડ કે ગુના નોંધાયા નથી. જ્યારે નેતાઓને લોકો ઓળખતા જ હોય છે વગર પ્રચારે પણ ચૂંટણીઓ કેમ ન થઈ શકે એવી લોકોની માગણીઓ જાેવા મળી છે. આમ રાજ્ય સરકારના આ બેવડા ધોરણો સામે અનેક લોકો પ્રશ્નો ઊભા કરી રહ્યા છે તો અનેક લોકોમાં રોષ જાેવા મળી રહયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!