કેન્દ્ર સરકાર દ્વારા ૧૫મી ઓક્ટોબરથી શાળા-કોલેજો ખોલવા માટેની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરી છે, પરંતુ ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોના કારણે દિવાળી પછી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે, મુખ્યમંત્રીના વડપણ હેઠળની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ અંગેની ચર્ચા શરૂ થઇ ગઇ છે, જેમાં પ્રાથમિક શાળાઓ અંગે હાલ કોઈ જ ચર્ચા-વિચારણા પણ સરકાર કરવા તૈયાર નથી.ગુજરાત સરકારે જ કોરોનાના કારણે નવરાત્રી થી દિવાળી સુધીના તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકીને પણ સ્પષ્ટ કરી દીધું છે કે, જો તહેવારોની ઉજવણી જ બંધ રાખવામાં આવી છે તો શાળા કોલેજ શરૂ કરવાનો કોઈ પ્રયાસ સરકાર કરવા માંગતી નથી તેથી દિવાળી બાદ જ શાળા કોલેજો શરૂ થઇ શકે છે. કેન્દ્ર સરકારે અનલોક-૫માં તબક્કાવાર સ્કુલ-કોલેજો શરૂ કરવાની છૂટ આપી છે. જો કે, આ મામલે આખરી ર્નિણય લેવાની સતા રાજ્યોને જ આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર,કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા ૧૫મી ઓક્ટોબરથી હજુ શાળા-કોલેજો શરૂ કરવામાં નહીં આવે. દિવાળી વેકેશન પછી જ માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક તથા કોલેજોને ખોલવાની વિચારણા છે. આ મામલે વિવિધ પાસાઓની વિચારણા તથા તજજ્ઞો સાથે બેઠકો કરાયા બાદ આખરી ર્નિણય લેવામાં આવશે. અને તેના આધારે ગુજરાત સરકાર માર્ગદર્શિકા પણ જાહેર કરશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews