પ્રાંચીના માધવરાયજી મંદિરે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ યોજાઈ

પ્રાંચી તીર્થ ખાતે શ્રી કારડીયા રાજપૂત સમાજ ધર્માલય શ્રી માધવરાયજી મંદિર પાસે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા પારાયણનું આયોજન થયેલ હતું. વક્તા શ્રી પૂ.ખુશાલભાઈ શાસ્ત્રીજી, મોટા ખુટવડાવાળાએ સંગીત સાથે પોતાની ભાવપૂર્ણ શૈલીમાં કથાનું રસપાન કરાવેલ જેમાં કોરોના મહામારીના કારણે માત્ર યજમાન તથા શુભ સંકલ્પના મુખ્ય મનોરથી કે. વી. બારડ – કોડીનાર, મનોજભાઈ વરજાંગભાઈ મોરી-કોડીનાર, જશવંતસિંહ લક્ષ્મણસિંહ ઝાલા-કાજ તથા મહેશભાઈ રામભાઈ વાળા-સરખડી સાથે સંતવાણી ચેનલ દ્વારા લાઈવ પ્રસારણ કરેલ હતું જેના માધ્યમથી શ્રોતાઓએ મોબાઇલ અથવા ટીવીના માધ્યમથી કથાનું રસપાન કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!