સોમનાથના ધારાસભ્યના સ્વાસ્થ્ય માટે મંદિર-દરગાહમાં પૂજા-દુઆ કરાઇ

કોરોનાની ઝપેટમાં આવેલા સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા જલ્દીથી સ્વસ્થ બની લોકસેવામાં પરત ફરે તે માટે વેરાવળ શહેર કોંગ્રેસ સંગઠનના હોદેદારો અને કાર્યકરોએ સોમનાથ મંદિરે જઇ મહાદેવની ઓનલાઇન પૂજાવિધિ થકી રૂદ્રાભિષેક અને મહામૃત્યંજય જાપ સાથે પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ રાયઠઠ્ઠા, મહિલા પ્રમુખ દેવીબેન ગોહેલ, ખંજન જોષી, પ્રેમ ગઢીયા સહિતના જોડાયા હતા. જયારે કોંગ્રેસ મહિલા ઉપપ્રમુખ ચૌહાણ રિઝવાનાબેન સહિતનાએ હાજી માંગરોલશા પીરની દરગાહ ઉપર ચાદર ચડાવી સોમનાથનાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ઝડપથી સ્વસ્થ બને તે માટે દુઆ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!