ઝાંઝરડા ચોકડી રવની રોડ ઉપરથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

0

જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી રવની રોડ ઉપરથી એસઓજી પોલીસે એક શખ્સને પિસ્તોલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. મર્ડર જેવા ગુનામાં જામીન ઉપર છુટી અને ફરી ગુનો કરવાના ફીરાકમાં રહેલા શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે.
જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંઘ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટીના સુચના તથા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા સુચના કરેલ હોય. જે અન્વયે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવા અને ગુન્હાઓ બનતા અટકાવવા એસઓજી જૂનાગઢના પોલીસ ઈન્સ. એચ.આઈ.ભાટી તથા પીએસઆઈ જે.એમ.વાળા તથા પોલીસ સ્ટાફના માસણો સતત પ્રયત્નશીલ હોય અને બાતમી હકીકત આધારે ઝાંઝરડા ચોકડી રવની રોડ ઉપરથી એક ઈસમને હથીયાર સાથે કોઈ શરીર સંબંધી કોઈ ગંભીર ગુન્હો કરે તે પહેલા ચોકકસ બાતમીના આધારે જાદવભાઈ ઉર્ફે લાખો સાંગાભાઈ હુણ રહે.કોયલી, તાલુકો વંથલી વાળાને દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ-૧ રૂા.૧પ હજારની કિંમતની સાથે પકડી પાડી હથિયારધારા ક.રપ(૧-બી)એ, ર૯ મુજબ કાર્યવાહી માટે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનને ગુન્હો રજી.કરવા સોંપવામાં આવેલ છે આ બનાવમાં કમલેશ પ્રતાપભાઈ ચંદરાણી તેમજ ફિરોઝ હાલા ઉર્ફે લાલો નામનાં શખ્સોને પકડવાના બાકી છે. જે દરમ્યાન પિસ્તોલ સાથે પકડાયેલા જાદવભાઈ ઉર્ફે લાખો સાંગાભાઈ હુણ અગાઉ હત્યા, ખૂનની કોશિષ, પ્રોહિબીશન સહિતનાં બનાવોમાં પણ સંડોવાયેલા હોય તેમ બહાર આવેલ છે. આરોપીઓ વિરૂધ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીને ઝડપી લેવાની કામગીરીમાં એસઓજીની ટીમ જાેડાઈ હતી. આ બનાવની વધુ તપાસ જે.એમ.વાળા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!