દ્વારકાથી સૌરાષ્ટ્ર મેલ ટ્રેન સેવાનો ૧૭ ઓકટો.થી પ્રારંભ

કોરોનાના કારણે દ્વારકા -મુંબઈ વચ્ચે ચાલતી સૌરાષ્ટ્ર મેલની ટ્રેન સેવા બંધ કરાઈ હતી જે હવે ૧૭ ઓકટોબરના રોજ દ્વારકાથી શરૂ થવા જઈ રહી છે જે વેસ્ટર્ન રેલવેના નોટિફિકેશનમાં જાહેર કરવામાં આવ્યું છે. દ્વારકાના અગ્રણી ચંદુભાઈ બારાઈએ આ બાબતે વેસ્ટર્ન રેલવે ડીઆરએમ રાજકોટ, વેસ્ટર્ન રેલવે જનરલ મેનેજર મુંબઈ અને સાંસદ પુનમબેન માડમને લેખિતમાં રજુઆત કરી હતી. રોજીંદી ટ્રેન સેવા શરૂ કરવા માટે સાંસદ પુનમબેન માડમે પણ અંગત રસ દાખવ્યો હતો અને જામનગર સાંસદ દ્વારા પણ વધુ ટ્રેન સેવા શરૂ કરવાના પ્રયત્નો ચાલી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!