રાજયની ગ્રામ પંચાયતોમાં ડિજિટલ સેવા સેતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી શરૂઆત કરાવી હતી. જેના ભાગરૂપે ગીર સોમનાથના તાલાળાના ગુંદરણ ગામેથી બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાના અધ્યક્ષસ્થાને જીલ્લાકક્ષાનો ડિજિટલ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જોટવાએ જણાવેલ કે, ટેકનોલોજી યુગમાં કેન્દ્ર અને રાજય સરકારએ ડિજીટલ સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત કરી ગામડામાં રહેતા છેવાડાના લોકોને ઘર બેઠા જુદી-જુદી સરકારી સેવાઓનો લાભ મળી રહે તેવી વ્યરવસ્થો અમલી બનાવી છે. ડિજીટલ સેવાસેતુના માધ્યમથી હવે લોકોને ૨૨ પ્રકારની સેવાનો લાભ ગ્રામ પંચાયત કચેરી ખાતેથી મળી રહેશે. જેથી ગ્રામજનોના તાલુકાકક્ષાના ધકકા બંધ થવાથી પૈસા અને સમયની બચત થશે. આ તકે ગુંદરણના ગ્રામજનો અને આગેવાન મહેન્દ્રભાઈ પીઠીયાના સહયોગથી સરકારી શાળાને પાંચ કોમ્યુટર સેટ અર્પણ કરાયા હતા. સેવા સેતુમાં રેશનકાર્ડમાં નામ ઉમેરવુ, કમી કરવું, સુધારો કરવો, નવું રેશનકાર્ડ બનાવવુ, વિધવા સર્ટિફિકેટ, આવકનો દાખલો સહિતની ૨૨ સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ડીડીઓ ધર્મેન્દ્રસિંહ રહેવર, મામલતદાર કાલસરીયા સહિત તલાટીમંત્ર-ગ્રામજનો હાજર રહયા હતા. કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ પીઠીયા અને પ્રો. વાળાએ કરેલ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews