ગીરનાર પર્વત ઉપર મહાકાળી માતાજીના મંદિરમાંથી મુગટ સહિતના આભુષણોની ચોરી

જૂનાગઢના ગીરનાર પર્વત ઉપર ૪૬૦૦ પગથીયા ઉપર સાચાની જગ્યા નજીક આવેલ મહાકાળી માતાજીનાં મંદિરમાંથી આભુષણોની ચોરી થઈ હાવાની ફરીયાદ જૂનાગઢ અખાડાના સાધુ ગોવર્ધનગીરી ગુરૂ રવિગીરીએ પોલીસમાં નોંધાવી છે. આ ફરીયાદમાં જણાવેલ છે કે કોઈ અજાણ્યા શખ્સોએ મહાકાળી માતાજીના મુખ્ય પ્રવેશની ગ્રીલમાં લાકડી ભરાવી માતાજીની મૂર્તિ ઉપર રહેલ ચાંદીનું મુગટ, ચાંદીનુ કડુ, મોતીની માળા વગેરે મળી ૧૩ હજારનાં મુદામાલ ચોરી કરી ગયેલ છે. આ બનાવ અંગે પોલીસમાં ફરીયાદ નોંધાવતા ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.કે. વાજા વધુ તપાસ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!