કોરાના વિશ્વ મહામારીને કારણે સાત-આઠ મહીના રૂપેરી પરદાનાં થીએટરો બંધ રહયા બાદ કેન્દ્ર સરકારે ૧પમી ઓકટોબરથી નીતિ નિયમો સાથે સિનેમાગૃહો શરૂ કરવાની છુટ આપી છે. પરંતુ એ શરૂ થશે કે તે નહી તેને માટે ૧પમી ઓકટોબર સુધી રાહ જાેવી રહી. સોમનાથ પંથકમાં ગુલશન સિનેમામાં એક સમયે ઝનક-ઝનક પાયલ બાજે ફિલ્મના રાઉન્ડ ધ કલોક શો ચાલ્યા હતાં. જેમાં છેલ્લો શો સવારે ચાર કે છ વાગ્યે છુટતો હતો. તેમજ નયાદૌર, આશ કા પંછી ફિલ્મનાં ગીતો ઉપર પડદા ઉપર પૈસા ફેંકવામાં આવતાં હતાં. જયારે માતાજીની ફિલ્મ સમયે દર્શકોમાંથી કોઈને કોઈ ધુણતા હતાં અને સિનેમામાં નાળીયર પણ ફોડતા હતાં. તેમજ કરૂણ ફિલ્મોનાં દ્રશ્યોમાં પ્રેક્ષકો આત્મસાત થતા અને દ્રશ્ય જાેઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડતા હતાં. ઈન્ટરવલ સમયે ફિલ્મનાં ગીતોની ચોપડીઓ લેવા લોકોની પડાપડી થતી હતી. પોણા પાંચ આના ટીકીટ તે કાળમાં હતી. અને નિશાળનાં બાંકડા જેવા આધાર વગરનાં બાંકડા થર્ડ કલાસ ટીકીટ માટે હતાં.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews