ચીન સાથે મંત્રણાથી કોઈ મદદ નહીં થાય તે સ્વીકારવાનો સમય આવી ગયો : લદ્દાખ અંગે અમેરિકાના NSA

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું છે કે, ભારત સાથે જાેડાયેલી એલએસી પર તાકાતના જાેરે અંકુશમાં લેવાનો ચીનનો પ્રયાસ તેની વિસ્તારવાદી આક્રમકતાનો ભાગ છે અને આ સ્વીકારવાનો સમય આવી ગયો છે કે, વાતચીત તથા સમજૂતીથી ચીન પોતાનું આક્રમક વલણ બદલશે નહીં. અમેરિકાના એનએસએ રોબર્ટ ઓ બ્રાયને કહ્યું હતું કે, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની ભારતની સરહદો ઉપર વિસ્તારવાદી આક્રમકતા સ્પષ્ટ છે જ્યાં ચીન પોતાની શક્તિના જાેરે એલએસી ઉપર નિયંત્રણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઓબ્રાયને કહ્યું કે, ચીનની વિસ્તારવાદી આક્રમકતા તાઇવાનના સમુદ્રમાં પણ સ્પષ્ટ છે જ્યાં ધમકાવવા માટે જનમુક્તિ સેનાની નેવી અને વાયુસેના સતત સૈન્ય અભ્યાસ કરી રહી છે. તેમણે કહ્યં કે, બેઇજિંગના ખાસ આંતરરાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમ વન બેલ્ટ વન રોડ(ઓબીઓઆર)માં સામેલ કંપનીઓ બિન પારદર્શી અને અસ્થિર ચીનની લોનની ચુકવણી ચીની કંપનીઓને કરી રહી છે જે ચીનના મજૂરોને આધારભૂત માળખાના વિકાસ કાર્યક્રમમાં રોજગાર આપી રહ્યા છે. એનએસએએ કહ્યું કે, અનેક પ્રોજેક્ટ્‌સ બિનજરૂરી અને ખોટી રીતે બનાવાયા છે અને તે સફેદ હાથી છે. હવે આ દેશ ચીનની લોન ઉપર આશ્રિત થઇ ગયા છે અને પોતાની અખંડતાને મબળી પાડી છે. તેમની પાસે કોઇ વિકલ્પ નથી કે તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં મતદાન અથવા કોઇ મુદ્દે પાર્ટીના વલણનો સાથ આપે જેને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી મહત્વની માને છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!