કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. કયાંક પેટાચૂંટણી તો કયાંક સામાન્ય ચૂંટણી બે ત્રણ મહિનામાં જ આવી રહી છે. ત્યારે કોંગ્રેસે શહેરી વિસ્તારો ઉપર તેની પકકડ મજબૂત બનાવવી પડશે. કારણ કે ભાજપ છેલ્લા રપ વર્ષથી યેનકેન પ્રકારે શહેરી મતદારોને પોતાની તરફ ખેંચવામાં સફળ રહ્યો છે. પરિણામે કોંગ્રેસની પડતી શરૂ થઈ છે. કોંગ્રેસ પાસે હાલ દલિતો, મુસ્લિમો, આદિવાસીઓ સહિત ગ્રામ્ય વિસ્તારની વોટબેન્ક જળવાઈ રહી છે જયારે શહેરી વિસ્તારમાં તો માત્ર મુસ્લિમો અને દલિત મતદારોના કારણે જ ગણતરીની બેઠકો જીતતી આવી છે. તેનું મુખ્ય કારણ ભાજપે ૧૯૮પથી શરૂ કરેલું વોર્ડ વિભાજન અને સીમાંકન છે. દર ચૂંટણી વખતે ભાજપ પોતાના મતદારોને ધ્યાને રાખી વોર્ડનું વિભાજન કરાવતો રહ્યો છે. કયારેક વોર્ડ દીઠ ત્રણ બેઠક તો કયારેક ચાર બેઠક તો કયારેક વોર્ડનું તોડી મરોડી મતદારોમાં ભાગલા પાડી નાખે છે. પરિણામે કોંગ્રેસની વોટ બેન્ક વહેંચાઈ જતા નુકસાન ભોગવવાનો વારો આવે છે. દેશના મોટા ભાગના રાજયોમાં એક વોર્ડ એક બેઠક પ્રમાણે જ ચૂંટણી થાય છે પરંતુ ગુજરાતમાં ભાજપે આનો છેદ ઉડાડી દીધો છે. આથી કોંગ્રેસ પક્ષ તરફથી તેમના પ્રવકતા નરેન્દ્ર રાવતે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે જેને કોંગ્રેસ વતી ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે અરજન્ટ મેટર દાખલ કરાવી ધારાદાર દલીલો કરતા સુપ્રીમકોર્ટે આગામી ૬ નવેમ્બરના રોજ સુનાવણી રાખી છે. જાે આ ચુકાદો આવી જશે તો એક વોર્ડ એક બેઠકની ફોમ્ર્યુલા અમલી બની શકશે. ગુજરાતમાં વિધાનસભાની વાત કરીએ તો હાલ કોંગ્રેસ પાસે શહેરી વિસ્તારની કુલ પર બેઠકમાંથી સમખાવા પુરતી ચાર બેઠકો જ છે. આ ચારે બેઠકો મોટાભાગે મુસ્લિમો અને દલિત મતદારોના કારણે જ જીતી શકી છે. જયારે વડોદરામાં મુસ્લિમ મતોનું વિભાજન થઈ જતા એક બેઠક માંડ મળતી હતી તે પણ હવે મળવી મુશ્કેલ છે. સુરતમાં પણ આવી જ સ્થિતિ છે. ઉપરાંત રાજકોટ અને ભાવનગરમાં પણ મુસ્લિમ મતદારોનું વિભાજન થવાની શહેરી વિસ્તારમાં બેઠકો મળી શકવી અશકય છે. માત્ર અમદાવાદ અને જામનગરમાં મુસ્લિમ મતો નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે. હવે શહેરી વિસ્તારમાં ૧ વોર્ડ ૧ બેઠકનો અમલ થાય તો છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ વધી શકે છે. વોર્ડ નાના થવાથી ધામિર્ક, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓની ઉમેદવારી વધારી શકાશે. નાનામાં નાના કાર્યકરને ન્યાય મળી શકશે પરિણામે તેઓ દિલથી કામ કરશે આથી વોર્ડ દીઠ પથી ૭ હજાર મત મેળવવાના હોવાથી કોંગ્રેસની જીતની શકયતા વધી જશે. ઉપરાંત ભાજપ પોતે જીતી શકે તે મુજબ વોર્ડ વિભાજનની વ્યૂહરચના ઘડે તો પણ તેમાં તેને ઝાઝી સફળતા મળી શકશે નહીં આથી કોંગ્રેસે શહેરી વિસ્તારો તરફ વધારે ધ્યાન આપવાની જરૂર છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews