ખંભાળિયાની નવી મતદાર યાદીમાં વ્યાપક છબરડાઓ : વિપક્ષ દ્વારા આક્ષેપો

દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આગામી નજીકના ભવિષ્યમાં ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે ખંભાળિયામાં પણ નગરપાલિકાની વર્તમાન બોડીની મુદત પૂર્ણ થનાર હોય, ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં મતદાર યાદી બહાર પાડવામાં આવી છે. આ મતદાર યાદી અંગે ખંભાળિયા નગરપાલિકાના વર્તમાન સદસ્ય તથા પૂર્વ વિપક્ષી નેતા સુભાષ પોપટ દ્વારા આ મતદાર યાદીમાં વ્યાપક ગોટાળા હોવા અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ મળી, એને આ મતદારયાદીમાં છેડછાડ તથા વ્યાપક છબરડા હોવાનું જણાવ્યુ હતું. આમ, ખંભાળિયા નગરપાલિકાના અણઘડ વહીવટમાં વ્યાપક ગોટાળા તથા ભ્રષ્ટાચાર હોવા ઉપરાંત મ્યુનિસિપલ એક્ટનો ઉલાળિયો થતો હોવાનું જણાવી, આ મતદાન યાદીમાં રાજકીય મુરાદ કામ કરી ગઇ હોવાનું વધુમાં જણાવ્યું હતું. આટલું જ નહીં, જો મતદાર યાદીમાં ગોટાળા નહીં હોય તો પૂર્વ વિપક્ષી નેતા અને કોંગી સદસ્ય સુભાષ પોપટ પોતાનું જીવન છોડી દેશે તેવો રોષ વ્યક્ત કરી વ્યથા ઠાલવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!