માંગનાથ પીપળી ગામે પુ.માં હિરાગીરીનું ઐતિહાસિક શક્તિ સ્થળ

પુ. માં હિરાગીરીનું મુળ વતન ઉત્તરભારત હતું પરંતુ માંગનાથ પીપળી ગામે મુકામ હતો. માલધારીઆના નેસ વચ્ચે રહીને પુ. માં તપ, સાધના અને ગાયોની સેવા કરતા હતા. પુ. માંગા ભટ્ટ સાથે પરિચય થવાથી પુ. માતાજી હાલના માંગનાથ મહાદેવ મંદિરમાં વસવાટ કરવા આવ્યા હતા. શક્તિ સ્વરૂપ પુ. માતાજીની અનેક સિધ્ધીઓથી પ્રભાવિત થઇને પુ. માંગા ભટ્ટે માંગનાથ મહાદેવજીનું મંદિર પુ. માતાજીને સુપ્રત કરેલ હતું. પોતાનું દૈવી કાર્ય પૂર્ણ થયેલું માની લઇને પુ. માં હિરાગીરીએ જીવતા સમાધી લીધી છે. આ શક્તિ સ્થળ પુ. માંગનાથ મહાદેવજીના મંદિરમાં આજે પણ વિદ્યમાન છે . સમાધી લેતા પહેલા પુ. માં એ પોતાની જટાની લટ વિગેરે માંગનાથ મંદિરની બાજુમાં રહેતા ભાટીયા પરિવાર ને પ્રત્યક્ષ અર્પણ કરેલ છે. પુ. માં ની જટાની લટ આજે પણ ભાટીયા પરિવાર તથા તેમના વંશજોએ માન મર્યાદાપૂર્વક જાળવી રાખતા પુ. માં નો અવિરત શક્તિ પ્રવાહ વહેતો રહેલ છે. શક્તિ પર્વ નવરાત્રિ દરમ્યાન પુ. માતાજીના સાનિધ્યમાં કુંભ સ્થાપન તથા અખંડ જ્યોતની પરંપરા આજે પણ જળવાઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!