જૂનાગઢમાં વોર્ડ નં.૯ માં પાણી પ્રશ્ને રહીશોના ધરણા, મહિલાઓએ થાળી વગાડી વિરોધ કર્યો

જૂનાગઢ શહેરના વોર્ડ નં. ૯ માં પાણીના પ્રશ્નને લઈ પુરૂષોએ ધરણા કર્યા હતા અને મહિલાઓએ થાળી વગાડી સબંધિત તંત્રને જાગૃત કરવા પ્રયાસ હાથ ધર્યો હતો. આ અંગે કોળી સમાજના પ્રમુખ અરવિંદભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરના વોર્ડ નં. ૯ ના ભરડાવાવ વિસ્તારમાં આવેલ ઢોરામાં પીવાના પાણીની સમસ્યા છે. આ અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ નિર્ણય ન કરાતાં ગઈકાલે અનોનો વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો જેમાં બે વ્યક્તિએ દશામાના મંદિરે બેસી ધરણા કર્યા હતા અને મહિલાઓએ થાળી વગાડી વિરોધ કર્યો હતો. આ વિસ્તારમાં રહેતા કોર્પોરેટરને ધ્યાને આ સમસ્યા આવે તે માટે શેરીમાં ફરીને મહિલાઓએ થાળી વગાડી હતી. આ વિસ્તારમાં પાણીની લાઈન જર્જરિત થતાં નવી લાઈન નાંખવાનું કહી અને કાઢી ગયા બાદ ૧૦ વર્ષ વિતિ ગયા છતાં હજુ નવી લાઈન નાંખવામાં આવી નથી જેને લઈ ૧૦૦ થી વધુ પરિવારોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢ મનપામાંથી આ અંગે એમ જણાવાયું છે કે, પાણીની લાઈન માટે રૂા. પ૦ લાખનો ખર્ચ થાય તેમ છે. આ માટે ગ્રાન્ટ નથી અને ગ્રાન્ટ લખાવી લાવો તો જ કામ થાય તેમ છે. અત્રે જાેવાની ખુબી એ છે કે, થોડા દિવસો પહેલાં રસ્તાના કામ માટે રૂા.ર૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. પરંતુ પાણીની લાઈન નાખવાના કામ માટે રૂા. પ૦ લાખ નથી. તે અંગે આક્રોશ વ્યકત કરી અને અરવિંદભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, આ અંગે યોગ્ય કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!