નેૈઋત્વનાં ચોમાસુ લંબાશે, રાજયમાં હજુ એક વરસાદી રાઉન્ડ આવી શકે છે

0

નૈઋત્યના ચોમાસુ સમય પત્રક મુજબ આ વેળા ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ પણ ફરી વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના હવે આવનારા દિવસોમાં બળવતર બની ચૂકી છે. થોડા દિવસ પૂર્વે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલ સિસ્ટમ્સ જ ડીપ્રેશનમાં પરિવર્તીત પામીને આંધ્રપ્રદેશના તટીય વિસ્તારો ઉપર ત્રાટકી પવન સાથે ભારે વરસાદ વરસાવશે. આ ડીપ્રેશન ક્રમશઃ ઉતર-પશ્ચિમ તરફ આગળ ધપી દેશના અન્ય રાજયોને આવરી લેશે. ભૂતકાળમાં આફટર મોન્સુન વિડ્રો લાઇન રચાયા બાદ આવી માવઠારૂપી વરસાદી સંભાવના ગુજરાતમાં જોવા મળી નથી. આ વેળા દેશમાં ચોમાસાની મોડી શરૂઆત બાદ છે કે હજુ ઓકટોબરમાં પણ રાજયમાં વરસાદી સંભાવનાનું ચિત્ર આશ્ચર્ય ઉપજાવે છે. ગુજરાતને સ્પર્શતા અરબી સમુદ્રમાં પણ સાયકલોન સિસ્ટમ્સ આકાર લીધો છે તો બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ્સ આકાર લઇ રહી છે. હાલની ડીપ્રેશન સિસ્ટમ્સના લેન્ડફોલ બાદ પાછળ જ વધુ એક આવી જ સિસ્ટમ્સ ડીપ્રેશન બનવા તૈયાર થઇ રહી છે જે પણ આ મુજબ જ રૂટ પકડયે ઓકટોબર માસ પૂરો થવા સુધી વરસાદી સંભાવના સતત ઉજાગર થતી રહેવાની છે. અન્ય રાજયોની સરખામણીએ આ સિસ્ટમોથી આવનાર દિવસોમાં પવન સાથે ભારે વરસાદ ગુજરાતમાં ન વરસે પરંતુ મધ્યમ વરસાદી માહોલ તો રચાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!