જૂનાગઢમાંથી દેશી પિસ્તોલ, કારતુસ સાથે એક શખ્સ ઝડપાયો, બેની શોધખોળ

જૂનાગઢ એસઓજીએ દેશી પિસ્તોલ, કારતુસ સહિત ૩૦,૦૦૦ના મુદામાલ સાથે તેને ઝડપી લીધો છે. જયારે બેની શોધખોળ હાથ ધરી છે. રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટીની સૂચનાથી ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા એસઓજી દ્વારા ખાસ પેટ્રોલીંગ કરાઈ રહયું છે. દરમ્યાન એસઓજી પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ જે.એમ. વાળા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી કે, હથિયારધારાના ગુનામાં નાસતો ફરતો શખ્સ કમલેશ ઉર્ફે સાંઈ ચંદરાણી મિરાનગરથી અક્ષરવાડી રોડ ઉપરથી પસાર થવાનો છે અને તેની પાસે હથિયાર પણ છે. બાદમાં એસઓજી ટીમે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા આરોપીને ઝડપી લીધો હતો. તેની પાસેથી પીસ્તોલ, કારતુસ મળી ૩૦,૦૦૦નો મુદામાલ કબજે કર્યો છે. જયારે અન્ય બે શખ્સમાં ચોબારીનાં ફિરોજ હાલા ઉર્ફે લાલો અને મધ્યપ્રદેશના રાજેશ જાદવની શોધખોળ હાથ ધરી છે. આરોપી કમલેશ સામે જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં ૧૩ જેટલા ગુના નોંધાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!