સુત્રાપાડાના સીંગસર ગામે માઈન્સના પાણીમાં ડૂબી જતાં બે કિશોરીના મોત

0

સુત્રાપાડા તાલુકાના સીંગસર ગામે અંબુજા કંપનીની માઇન્સ આવેલ છે. આ માઇન્સમાં વરસાદી પાણી ભરાયેલ હોવાથી માઇન્સની બાજુમાં જ વાડી ધરાવતા પરીવાર કપડાં ધોવા માટે ગયેલ ત્યારે અકસ્માતે માતા-પુત્રી તથા બે સગી બહેનો સહીત ચારેય પાણીમાં પડી ગયેલ જેમાં બે દીકરી ડુબી જતાં, મોત નિપજતાં મૃતદેહને પી.એમ. અર્થે ખસેડવામાં આવેલ છે. અંબુજા કંપનીની માઇન્સના પાણીમાં ડુબી જવાથી આઇસાબાનુ યુનુસભાઇ (ઉ.વ.૧૧), ફિઝા અકબરભાઇ (ઉ.વ.૧૦ ) નું મૃત્યુ નીપજેલ છે જયારે મૃતક ફિઝાની માતા ફરજીબાનુ (ઉ.વ.ર૭) અને હનીષા યુનુસ (ઉ.વ.૧૭) નો બચાવ થયેલ છે. આ ઘટનાથી અરેરાટી પ્રસરી ગઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!