જૂનાગઢ જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થાની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ સામે પાસા સહિતના કાયદા અંતર્ગત કામગીરી થઈ રહી છે. ત્યારે વધુ એક શખ્સને પાસા હેઠળ વડોદરાની જેલમાં મોકલી આપવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ જીલ્લામાંથી વધુ એક શખ્સને પોલીસે પાસા હેઠળ મોકલ્યો છે. જૂનાગઢ જીલ્લાનાં દોલતપરામાં રહેતા બુટલેગરને એલસીબીએ ઝડપી લઈ પાસા હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. બનાવની મળતી વિગત મુજબ, જૂનાગઢ જીલ્લામાં દારૂનો ધંધો કરતા બુટલેગરો સામે કડક હાથે કાર્યવાહી કરવા એસપી રવીતેજા વાસમશેટીની સુચનાનાં આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ દોલતપરામાં રહેતા અમીનમિંયા મહંમદમિંયા મટારી સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીને મોકલી આપી હતી.જીલ્લા કલેકટરે પાસાની દરખાસ્ત મંજુર કરી હતી. બાદ ર૯ સપ્ટેમ્બરનાં પાસા વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. ત્યારે આ શખ્સ જેલ રોડ ઉપર હોવાની બાતમી મળતા એલસીબી પીઆઈ આર.કે. ગોહિલ તથા સ્ટાફે વોચ ગોઠવી ઝડપી લીધો હતો. બાદ તેમનો કોવિડ-૧૯નો ટેસ્ટ નેગેટીવ આવતા તેમની અટક કરી વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી અપાયો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews