યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગતમંદિરમાં પુરૂષોત્તમ માસમાં સમગ્ર વર્ષ દરમ્યાન ઉજવાતા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ વદ-૮નાં રોજ જગતમંદિરમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવામાં આવે છે તે અનુસાર પુરૂષોત્તમ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીનાં શુભદિને જગતમંદિરમાં જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી. જન્માષ્ટમી ઉત્સવ અનુસાર સવારે શ્રીજીને ખૂલ્લા પડદે સ્નાન કરવવામાં આવેલ હતું. આ ઉપરાંત રાત્રીનાં ૧રઃ૦૦નાં ટકોરે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીનાં ગગનભેદી નાદ સાથે ભાવિકોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી થયેલ હતી. આ પ્રસંગે વારાદાર પૂજારી દ્વારા કાળિયા ઠાકોરને ઉત્સવ અનુરૂપ શણગારથી નવાજવામાં આવેલ હતા. તેમજ જગતમંદિરની વેબસાઈટ dwarkadhish.org ઉપરથી જન્માષ્ટમી ઉત્સવનાં દર્શનનો લાખો ભાવિકોએ લાભ લીધેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews