દામોદર કુંડ ખાતે રપ૧ ચુંદડી ઓઢાડી મનોરથ કાર્યક્રમ યોજાયા

રાધા દામોદરરાયજી મંદિર ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા અધિક માસ નિમિત્તે દામોદર કુંડ ખાતે ચુંદડી ઓઢાડવાનો મનોરથ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દામોદર કુંડે રપ૧ ચુંદડી ઓઢાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડયા હતા અને મનોરથના દર્શન કર્યા હતા. સામાન્ય રીતે નદીઓને ચુંદડી ઓઢાડવામાં આવે છે ત્યારે દામોદર કુંડ સોનરખ નદી ઉપર આવેલ હોય આ મનોરથ યોજાયો હતો. આ કાર્યક્રમ વેળા દામોદર કુંડે જાણે યમુના સ્વરૂપ ધારણ કરેલ હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. આ તકે ચુંદડી ઓઢાડી ભકતોએ મનોરથ પૂર્ણ કરવાની પ્રાર્થના કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!