જૂનાગઢનાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રીમાં માતાજીની આરાધના માટેની તૈયારી

0

શકિતની આરાધનાનાં પર્વ નવરાત્રી આડે ગણતરીના દિવસો જ બાકી રહયા છે. માતાજીની પૂજન- અર્ચન – આરતીનાં કાર્યક્રમો માટે ભાવિકોમાં આસ્થા જાેવા મળી રહી છે. નવરાત્રી દરમ્યાન રાસ, ગરબાના કાર્યક્રમો દરવર્ષે મોટાપાયે થતાં હોય છે. આ વર્ષે કોરોનાના સંભવિત સંક્રમણને લઈને તકેદારીરૂપે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ જ નવરાત્રીમાં ઉજવણીના કાર્યક્રમો થઈ શકશે. ત્યારે જૂનાગઢ શહેરમાં આવેલા ગાંધીગ્રામ ગરબી મંડળ કે જયાં ઘણાંવર્ષો થયાં એટલે કે ગરબીની સ્થાપનાથી લઈ આજ દિવસ સુધી બાળાઓનાં પ્રાચિન રાસને મહત્વ અપાયું છે. નાની બાળાઓ દર વર્ષે સુંદર મજાના રાસ સાથે માતાજીના આરાધના કરે છે. એક રૂપિયાનાં ફીના દર વચ્ચે બાળાઓને રાસ રમાડવામાં આવે છે. ગાંધીગ્રામ ગરબી મંડળના વીરાભાઈ મોરી અને તમામ કાર્યકર્તાઓ દ્વારા આસ્થા, શ્રધ્ધા પુર્વક અને સંર્પુણ ભારતીય સંસ્કૃતિ અનુરૂપ ગરબાના આયોજનો કરવામાં આવતા હોય છે. તેવી આ પ્રખ્યાત ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા સરકારની માર્ગદર્શિકા મુજબ માતાજીના મઢનું સ્થાપન, પૂજન, આરતી, સાથે શકિતની આરાધના કરવામાં આવશે અને જે અંગેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. વીરાભાઈ મોરી અને કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!