ગીર સોમનાથ જીલ્લાનાં સીદી આદિવાસી લોકોને સહાય આપવા માંગણી

ગીર સોમનાથ જીલ્લાના સીદી આદિવાસી લોકો ધમાલ નૃત્ય સાથે સંકળાયેલ હોય તેમને સરકાર તરફથી સહાય આપવા જીલ્લા આદિવાસી વિકાસ પરિષદ દ્વારા રજુઆત કરેલ છે. ગીર સોમનાથ જીલ્લા આદિવાસી વિકાસ પરિષદના પ્રમુખ હાસમભાઇ મુશાંગરા દ્વારા રમત ગમત યુવા અને સંસ્કૃતિ વિભાગ ગાંધીનગરને લેખિત રજુઆત કરી જણાવેલ કે, જીલ્લાના સીદી આદિવાસી લોકો જે ધમાલ નૃત્ય સાથે સંકળાયેલ છે તેમને પણ અન્ય કલાકારોને અપાતી સહાય આ સીદી આદિવાસી લોકોને આપવામાં આવે તેવી માંગ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!