સોરઠ સુંદરી ચાંદની પરમાર બની કોંગે્રસ અગ્રણી ઉષાબેન કુસકીયાની ખાસ મહેમાન

તાજેતરમાં અમદાવાદ ખાતે ઓલ મીડિયા કાઉન્સિલ દ્વારા યોજાયેલ ગુજરાતી ટેલી ફિલ્મ એવોર્ડ-ર૦ર૦માં બેસ્ટ પ્રોડયુસર અને અભિનેત્રી તરીકેનો એવોર્ડ મેળવનાર અને સોરઠ સુંદરી તરીકેનું બિરૂદ મેળવનાર રાજકોટની ચાંદની પરમાર વેરાવળમાં બે દિવસ માટે કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુસકીયાની ખાસ મહેમાન બની હતી અને સોમનાથ ટ્રસ્ટનાં સહયોગથી સોમનાથમાં અનેરી સેવા પ્રદાન કરનાર ફિલ્મ અભિનેત્રી મીના પંજાબીનાં જન્મદિવસ નિમિત્તે યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પનું દિપ પ્રાગટય કરી ખૂલ્લો મુકયો હતો. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સોમનાથ મંદિર સુરક્ષા નાયબ પોલીસ અધિક્ષક એમ.ડી.ઉપાધ્યાય, એરિયા મેનેજમેન્ટ ઓફિસર સુરેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકાનાં મહિલા પ્રમુખ મંજુલાબેન સુયાણી – ઉષાબેન કુસકીયા, હેતલબેન ચાંદેગરા, રાજશ્રી ટંડેલ, ડો. મુકેશભાઈ છગ, ડો. સ્વરૂપાબેન ચાવડા, ડો. ભૂમિકાબેન સોલંકી, ડો. ભગવાનભાઈ બારડ, કોવિડ ટીમનાં ઈન્ચાર્જ મેહુલભાઈ, બ્રહ્મ સમાજનાં પ્રમુખ ચંદ્રકાન્તભાઈ ભટ્ટ, આહીર સમાજનાં અગ્રણી શૈલેષ બારડ, ભગુભાઈ વાળા, જગદીશભાઈ છુછર, રાજેશભાઈ પીઠીયા સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!