કોરોનાના કેસોમાં સતત જાેવા મળી રહેલો ઘટાડો આશાનું એક કિરણ લઈને આવ્યો છે. તેમ કહીએ અતિશયોક્તિ નથી. પરંતુ હાલ તો સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે, નહીંતર સતત ઘટતા કેસોના બદલે કેસોમાં ઉછાળો પણ આવી શકે છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧૬૯ નવા દર્દીઓ ઉમેરાયા છે. જ્યારે વધુ ૮ દર્દીઓના કોરોનાથી મોત થયા છે. આ બધાની વચ્ચે વધુ ૧૧૪૨લ દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી ૧,૩૩,૭૫૨ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. વિગતવાર વાત કરીએ તો કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં ગત થોડા દિવસો પહેલાં ૧૪૦૦થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. ત્યાં જ આજે તો ૧૨૦૦થી પણ ઓછા કેસ આવ્યા છે ગઈકાલે કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં ૧૧૬૯ પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૫૨,૭૬૫એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૮ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૫૭૭એ પહોંચ્યો છે. જ્યારે ૧૪૪૨ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત રાજ્યમાં સાજા થવાનો દર ૮૭.૫૫ ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં ૫૦,૯૭૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૧૭૧, અમદાવાદ કોર્પોરેશન ૧૬૬, વડોદરા કોર્પોરેશન ૮૭, રાજકોટ કોર્પોરેશન ૮૪, સુરત ૮૩, જામનગર કોર્પોરેશન ૬૪, વડોદરા ૪૧, રાજકોટ ૩૮, જામનગર ૨૫, મહેસાણા ૨૫, કચ્છ ૨૪, પંચમહાલ ૨૪, અમરેલી ૨૧, બનાસકાંઠા ૨૧, સાબરકાંઠા ૨૧, મોરબી ૨૦, ભરૂચ ૧૯, સુરે ન્દ્રનગર ૧૯, અમદાવાદ ૧૮, ગાંધીનગર ૧૮, ગાંધીનગર કોર્પોરેશન ૧૮, જુનાગઢ ૧૮, પાટણ ૧૬, ગીર સોમનાથ ૧૫, નર્મદા ૧૩, જૂનાગઢ કોર્પોરેશન ૧૨, ભાવનગર કોર્પોરેશન ૧૦, દાહોદ ૧૦, આણંદ ૯, બોટાદ ૯, ખેડા ૯, દેવભૂમિ દ્વારકા ૮, છોટા ઉદેપુર ૬, મહીસાગર ૬, નવસારી ૬, ભાવનગર ૫, અરવલ્લી ૩, તાપી ૩, વલસાડ ૨, ડાંગ ૧ પોરબંદર ૧ મળી કુલ ૧૧૬૯ કેસા મળ્યા છે. જ્યારે મોતની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન ૩, સુરત કોર્પોરેશન ૨, ગાંધીનગર ૧, રાજકોટ કોર્પોરેશન ૧, સુરત ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે કુલ ૮ લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૫૭૭એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૩૩૭૫૨ નાગરિકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૫,૪૩૬ સારવા
ર હેઠફ્રના દર્દીઓ પૈકી ૭૮ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૫,૩૫૮ સ્ટેબલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews