માનવ જીવનને નવી ઉર્જા અને શકિત આપનારૂ પર્વ એટલે ‘નવરાત્રી’

0

નવરાત્રી ઉત્સવ આપણા આંગણે આવી રહ્યો છે. નવરાત્રીનું મહત્વ હિંદુ સમાજમાં અલોૈકિક છે. નવરાત્રી એ સંસ્કૃત શબ્દ છે. એનો અર્થ ‘નવ રાત્ર’. આ નવરાત્રી અને દશેરા દસ દિવસો દરમ્યાન માતાજીની દેવીની પૂજા, અર્ચન, પાઠ કરવામાં આવે છે. જયારે દસમાં દિવસ દશેરા તરીકે ઉજવાય છે.(આમ તો માતાજીની પૂજન અર્ચન કાયમ માટે કરવામાં આવતા હોય છે કરવા પણ જાેઈએ જયારે આ દિવસોમાં એક અનેરૂ મહત્વ રહેલું છે. આ દિવસો દરમ્યાન પૂજન અર્ચન કરવાથી અનોન્ય ઉર્જા આપણા મનમાં ઉત્પન્ન થાય છે. આ દિવસોમાં પૂજન અર્ચન સાથે સાથે માતાજીને ભોગ પ્રસાદ અર્પણ કરવાથી પ્રકારની સમસ્યાઓમાંથી આપણને મુકિત મળે છે.
ચૈત્રી નવરાત્રી : જેને સવંત નવરાત્રી પણ કહેવામાં આવે છે. આ તહેવાર વસંત ઋતુમાં(માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. આ ઉત્સવને અમુક જગ્યાએ રામાનવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.
અષાઢ નવરાત્રી : આને ગુપ્ત નવરાત્રી કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવામાં આવે છે. અષાઢ(જુન-જુલાઈ) મહિનામાં આવે છે. અષાઢ નવરાત્રી(ગુપ્ત નવરાત્રી) અષાઢ શુકલ પક્ષ(ચંદ્રનાં વધવાના તબકકા) દરમ્યાન અનુસરવામાં આવે છે.
આસો નવરાત્રી : જેને શરદ નવરાત્રી પણ કહેવામાં આવે છે. આ ખૂબ જ મહત્વની નવરાત્રી છે. જે હાલ આવી રહી છે. જેની હાલ ઉજવણીમાં સોૈ મશગુલ બનશે તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે. તેની ઉજવણી શરદ(શિયાળાની શરૂઆત સપ્ટેમ્બર, ઓકટોબર)નાં સમયે થાય છે.
માધ નવરાત્રી : મહા નવરાત્રી જે જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનામાં આવે છે. નવરાત્રી દરમ્યાન શકિતનાં નવ સ્વરૂપે માતાજીની પૂજા થાય છે. શૈેલ પુત્રી, બ્રહ્મચારીણી, ચંદ્ર ઘંટા, કૃષ્માંડા, સ્ક્રંદ માતા, કાત્યાયની, કલીયાત્રી (કાલરાત્રી) મહાગોૈરી, સિધ્ધિ દાત્રી. સોૈથી મહત્વની અને જરૂરી જાે હોય તો નવરાત્રી દરમ્યાન સાધના અને ઉપાસના, સાધના અને ઉપાસના દ્વારા જ મનોકામના માતાજી સુધી પહોંચે છે અને પર્યાપ્ત ફળ પ્રાપ્ત થાય છે. નવરાત્રીનાં અંતે છેલ્લા દિવસે વિજયાદશમીની ઉજવણી ભવ્ય રીતે થાય છે. કહેવાય છે કે બુરાઈ ઉપર ભલાઈનાં વિજયની ઉજવણીનો પ્રસંગ છે. નવરાત્રીએ માનવનાં જીવનમાં એક નવો જ ઉર્જા અને શકિત આપનારૂ પર્વ છે. આ સમયે જેટલું ધ્યાન, ધર્મ થાય તેની ઉર્જા આખા વર્ષ દરમ્યાન આપણામાં સંગ્રહિત રહે છે અને જેનું ફળ અનોન્ય પ્રાપ્ત થાય છે. આ દિવસોમાં આપણું મન જેટલું ધર્મ મય થાય તેટલું કરી લેવું જાેઈએ. આપણા શાસ્ત્રો પુરાણોમાં પણ આ નવલા દિવસોની અનેક વાતો સમાયેલી છે. આપણે સોૈ પ્રાર્થના કરીએ આ વર્ષનાં દિવસો દરમ્યાન આપણા ઉપર કોરોના મહામારી આવી તેને માતાજી હણી સર્વની રક્ષા કરે.
સંકલન : રાજેશ ત્રિવેદી

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!