ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક ખરીદ વેંચાણ સંઘ સમિતિ દ્વારા થઈ રહી છે ખરીદી

ધોરાજી માર્કેટિંગ યાર્ડ દ્વારા ખરીદ વેંચાણ સંઘ સમિતિના માધ્યમથી મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે. યાર્ડમાં ૩૦ હજાર મગફળી ગુણીની આવક થઈ છે. યાર્ડના સેક્રેટરી ભુપતભાઈ કોયાણીએ જણાવેલ કે સરકાર દ્વારા મગફળીની ઓનલાઈન નોંધણી બાદ ધોરાજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નવી મગફળીની આવક શરૂ થઇ ગઇ છે. અત્યાર સુધીમાં ૩૦ હજાર ગુણી મગફળી આવી ગઈ છે અને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ખેડૂત ધીરૂભાઈ કોયાણીએ જણાવેલ કે ભારે વરસાદને કારણે ધોરાજી પંથકમાં મગફળીનું ઉત્પાદન નબળી ગુણવત્તાવાળુ થયું છે. ટેકાના ભાવે મગફળી વંેચતા પહેલા ખેડૂતો યાર્ડ ખાતે મગફળી વેંચતા જોવા મળ્યા હતા. યાર્ડ વેપારીઓએ જણાવ્યું કે મગફળીની સાથો સાથ કપાસની પણ પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી છે. અલગ અલગ પ્રકારના ગ્રેડથી મગફળી ખરીદવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!