ખંભાળિયામાં જલારામ અન્નપૂર્ણા ગૃહની સેવાપ્રવૃતી

કોરોનાકાળમા હાલ સર્જાયેલી મુશ્કેલીઓ વચ્ચે ખંભાળિયા પંથકમાં જીવન જીવતા ગરીબ કુટુંબો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખંભાળિયાની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલી સંસ્થા શ્રી જલારામ અન્નપુર્ણા ગૃહ દ્વારા આવા પરિવારો પ્રત્યે સંવેદનાભર્યો અભિગમ અપનાવીને શક્ય તેટલી મદદ અવિરત રીતે કરવામાં આવી રહી છે. આ અંતર્ગત યુ.કે.ના દાતા સદ્‌ ગૃહસ્થોના સહયોગથી ગણાત્રા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ પરિણામલક્ષી કામગીરી કરાઈ રહી છે. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ઝૂંપડાઓ બાંધીને રહેતા શ્રમિક પરિવારોની ખૂબજ બદતર હાલતમાં હોવાનું આ સંસ્થાના સેવાભાવીઓના ધ્યાને આવતા આવા યતનામાય જીવન જીવતા પરિવારોની યાદી તૈયાર કરી, આવા ૮૫ પરિવારોનું લીસ્ટ બનાવવામાં આવ્યું હતું. બાદમાં આ દરેક કુટુંબને ૨૫ કિલો બાજરાનું વિતરણ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. આ માટે અહીંના શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહના કાર્યકરોએ નોંધપાત્ર જહેમાત ઉઠાવીને ખંભાળિયાથી ખાસ વાહનમાં બાજરાના બાચકા લઈ ગયા હતા. સલાયાના સ્થાનિક અગ્રણી પરેશભાઈ કાનાણી માર્ગદર્શન હેઠળ આ અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પંથકના ગરીબોની સેવામાં હંમેશા તત્પર એવા વિનોદભાઈ પંચમાતિયા, મહેન્દ્રભાઇ કાનાણી અને યુવા કાર્યકર નીશિલભાઇ કાનાણીએ આ વિતરણ વ્યવસ્થાનું સુંદર આયોજન સંભાળ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!