જૂનાગઢ શહેરમાં વિશ્વાસઘાત અને છેતરપીંડીનો વધુ એક બનાવ બનવા પામેલ છે. જેમાં રૂા.૩૪,૩૦,૦૦૦ની મોટી રકમ લઈ અને છેતરપીંડી કરવામાં આવી છે. પાંચ સામે પોલીસ ફરીયાદ નોંધાવતા ચકચાર જાગી છે. આ બાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જનકપુરી એપાર્ટમેન્ટ ઝાંજરડા રોડ ખાતે રહેતા કરશનભાઈ ખીમજીભાઈ વીરજીભાઈ વીરપરીયા ઉ.વ.પપએ પોલીસમાં એવી ફરીયાદ નોંધાવી છે કે, કાંતીભાઈ રામજીભાઈ નાદપરા, પરેશભાઈ મહેતા (એડવોકેટ નોટરી), દિનુભાઈ કાળુભાઈ ખાચર રહે.મેવાસા, તાલુકો ચોટીલા, દેવશીભાઈ ભુરાભાઈ રબારી, દાનાભાઈ ભુરાભાઈ રબારી, રહે.રાતડકી તાલુકો સાયલા વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આરોપી નં.૧ કાંતીભાઈ નાદપરા તથા પરેશભાઈ મહેતા એડવોકેટ નોટરી ફરીયાદી પાસે આરોપી નં.૧ તથા ર નાઓએ ફરીયાદી પાસે આવી અને ફરીયાદીને ખેતીની જમીન વેંચાતી લઈ આપવા માટેનું વચન અને વિશ્વાસ આપી પ્રથમ થી જ છેતરપીંડી વિશ્વાસઘાત ફરીયાદી સાથે કરવાના ઈરાદે આરોપી નં.૧ થી ૩ નાઓએ મળી આગોતરૂ આયોજન કરી તથા સાહેદોને ખોટા કુલમુખત્યારનામાના આધારે ખેતીની જમીન વેંચવા માટેનું કાવતરૂ રચી અને આ ખોટુ કુલમુખત્યારનામું બનાવવામાં આરોપી નં.૪ તથા પ નાઓએ સાક્ષીઓ તરીકે સહીઓ કરી ખોટુ કુલમુખત્યારનામું દસ્તાવેજ પાંચેય આરોપીઓએ ઉભો કરી તે આધારે ફરીયાદી તથા સાહેદોના નામે જુદા- જુદા દસ્તાવેજાે ખેતીની જમીનના સબરજીસ્ટ્રાર મુળીમાં કરી નોંધાવી અને આ દસ્તાવેજ ખોટો હોવા છતા કુલમુખત્યારનામાના આધાર ખરા તરીકે ઉપયોગઊ કરી ફરીયાદી તથા સાહેદો પાસેથી કુલ રકમ રૂા.૩૪,૩૦,૦૦૦ ની મોટી રકમ લઈ તમામ આરોપીઓએ પોતાનો સમાન ઈરાદો પાર પાડી ફરીયાદી તથા સાહેદો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરીયાદ કરવામાં આવતાં પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૪૦૬, ૪ર૦, ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧ર૦ (બી), ૩૪ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ બી-ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews