જૂનાગઢ સહિત રાજયભરની તમામ સરકારી કચેરીઓમાં નાની મોટી ખરીદી ઉપર આગામી તા. ૩૧ માર્ચ-ર૦ર૧ સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોરોનાની મહામારીને લીધે સરકારની તિજાેરીને ભારે મોટો ફટકો પડતાં જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાની મહામારીને લીધે રાજય સરકારની તિજાેરીને બરોબરનો ફટકો પડયો છે અને આવક ઉપર પણ ખાસ્સી અસર થઈ હોઈ રાજય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી કરકસર સહિતના વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે. જેમાં હવે સરકારી કચેરીમાં તમામ પ્રકારની નવી ખરીદી બંધ કરવાના પણ આદેશો જારી કરાયા છે એટલે કે સરકારી કચેરીઓમાં હવે પાણીના ગ્લાસની ખરીદી પણ કરવી હોય તો મંજૂરી લેવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી હોવાની વિગતો સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. કોરોના સંક્રમણના સમયમાં સરકારની આર્થિક સ્થિતિ નાજુક હોવાથી કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. નવી ખરીદી બંધ કરી દેવામાં આવી છે. જેમાં એવું કહી શકાય કે પીવાના પાણીના ગ્લાસની ખરીદીમાં પણ નાણાં વિભાગની મંજૂરી લેવી પડશે. એટલું જ નહી. આ પ્રકારના પ્રતિબંધના આદેશનું પાલન માર્ચ ર૦ર૧ સુધી કરવું પડશે. રાજયના નાણાં વિભાગના અધિકારીઓની સમીક્ષા બેઠક પછી નવી ખરીદી આવતા વર્ષ સુધી બંધ કરી દીધી હોવાના આદેશ કર્યા છે. જેથી સરકારી કચેરીઓ સંકટ અને અસુવિધાનો સામનો કરી રહી છે. નાણાં વિભાગે મોટા ભાગની ખરીદી ૩૧મી માર્ચ ર૦ર૧ સુધી સ્થગિત કરી દીધી છે. તમામ સરકારી વિભાગો અને બોર્ડ કોર્પોરેશનની કચેરીના વડાને આપવામાં આવેલી સૂચના પ્રમાણે નવા વાહનોની ખરીદી કરી શકાશે નહીં. ઈલેકટ્રોનિકસ સાધનો, જેવા કે કમ્પ્યુટર, પ્રિન્ટર, ઝેરોક્ષ, એસી. મોબાઈલ ફોન લેપટોપ, કૂલર અને આઈટી સંલગ્ન મશીનરીની ખરીદી પર ૩૧ માર્ચ ર૦ર૧ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એ ઉપરાંત કોઈપણ ઓફિસમાં નવું ફર્નીચર વસાવી શકાશે નહીં. જાે ખરીદી માટેના ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી હોય તો એને ૩૧મી માર્ચ ર૦ર૧ સુધી સ્થગિત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. વિભાગે એવું પણ કહ્યું છે કે સરકારી કચેરીઓમાં વીજળીનો વપરાશ કરકસરયુકત થવો જાેઈએ. તમામ કચેરીએ માસિક વીજબિલમાં ઘટાડો થાય એવા પ્રયાસ કરવાના રહેશે. આમ આવા વિવિધ કરકસરના પગલાં સરકાર દ્વારા લેવામાં આવી રહ્યાં છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews