અંતરીયાળ વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતી મહિલાને પ્રસૂતી બાદ નાળ નવજાત બાળકના ગળામાં આવી જતા સારવાર અપાઈ

0


વિસાવદરના કાનાવડલા ગામના અંતરિયાળ વિસ્તારમાં મજૂરી કામ કરતી મહિલાને પ્રસવ પીડા ઉપડતા રસ્તામાં પ્રસૂતી થઈ ગઈ હતી. પરંતુ પ્રસૂતી બાદ નાળ બાળકના ગળામાં વીટળાઈ જતા વિસાવદર ૧૦૮ દ્વારા ૧ કિલોમીટર દૂર પગપાળા ચાલીને નવજાત શીશુ અને માતાને સારવાર આપી હતી.
વિસાવદર ૧૦૮ ને તારીખ ૧૧/૧૦/૨૦૨૦ ના રોજ વહેલી સવારના ૨ઃ૪૯ વાગ્યે કાનાવડલા ગામનો ડીલેવરીનો કેસ આવેલો અને જણાવવામાં આવ્યું કે કાનાવડલા ગામના સરપંચની વાડીએ ખેત મજુરી કરતા રમીલાબહેન મહેંદ્રભાઇ મેહડા ઉમર વર્ષ ૨૫ ને ડીલેવરીનો દુઃખાવો ઉપડયો અને રસ્તામાં ડીલેવરી થઈ ગઈ છે. પરંતુ ડીલેવરી થઇ ગયા બાદ નાળ બાળકના ગળામાં વીટળાયેલ છે અને માતાને નાળ બહાર આવતી ન હતી.
આવી પરીસ્થિતિમાં વિસાવદર ૧૦તમાં ફરજ ઉપર હાજર ઈ. એમ.ટી મનિષભાઇ ડોબરીયા અને પાઇલોટ રાહુલભાઈ વાઘેલા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર જતી વખતે સ્થળથી ૧ કિલોમીટર દુર સાંકડા રસ્તામાં એમ્બયુલન્સ જઇ શકે તેમ ન હોવાથી ૧૦૮નો સ્ટાફ જરૂરી ઇન્જેંકશન અને ડીલેવરી કીટ તથા સ્ટ્રેચર લઈને
૧ કિલોમીટર પગપાળા ચાલીને સ્થળ ઉપર મહિલાને પ્રસુતી કરાવી હતી. પ્રસુતી બાદ માતાને નાળ બહાર કાઢી અને બાળકના ગળામાં વીટળાયેલ નાળ કાઢી અને માતા અને નવજાત શીશુને બંનેને સારવાર આપી સરકારી દવાખાને વિસાવદર દાખલ કરાવમાં આવ્યા હતા. વિસાવદર ૧૦૮ની આવા કપરા સમયે પ્રશંસનીય કામગીરી થતા દર્દીના સગા અને ગામના સરપંચે ૧૦૮ની સેવાને બીરદાવી હતી. આમ ૧૦૮ એમ્બયુલન્સ સેવા લોકો માટે આર્શીર્વાદરૂપ સાબીત થઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!