દ્વારકાનાં શિવરાજપુર બીચ નજીક વાદગ્રસ્ત જગ્યા ઉપર ભૂમાફિયાઓનો ડોળો ?

0

દ્વારકાથી ૧૦ કિ.મી. દૂર આવેલા શિવરાજપુર ખાતે આવેલા રમણીય બીચ દેશનાં આઠ પૈકીનાં એક બ્લ્યુ ફલેગ બીચ તરીેકે પસંદગી પામ્યો છે અને બ્લ્યુ ફલેગ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રમાણપત્ર મળતા શિવરાજપુર બીચ હવે વિશ્વકક્ષાએ ઓળખ પામશે. કેન્દ્ર તેમજ રાજય સરકાર દ્વારા શિવરાજપુર બીચને તબકકાવાર રીતે ૧૦૦૦ કરોડ રૂપિયાનાં ખર્ચે વિશ્વસ્તરીય વિકાસ કરવામાં આવનાર છે. માત્ર ૧ર૦૦ નાગરિકોનીા વસ્તી ધરાવતા શિવરાજપુર ગામમાં આવેલ બીચ અત્યંત રમણીય અને દરીયાઈ જીવસૃષ્ટિ નિહાળવા સ્વર્ગ સમાન છે. ત્યારે આ વિસ્તારમાં ભૂમાફિયાઓએ મબલખ કમાણી કરવાનાં બદઈરાદા સાથે અમૂક વાદગ્રસ્ત તથા સરકારી જમીનો ઉપર અડીંગો જમાવી દીધો છે અને આવી જગ્યાઓ ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરીને યેનકેન પ્રકારને પોતાના મળતીયાઓનાં નામે બીચ નજીકની કિંમતી જમીનો કરાવી લેવાની પેરવી ચાલી રહી છે અને આવી સરકારી જગ્યાઓ ખાનગી માલીકોનાં નામે કરાવી લેવામાં ભૂમાફિયાઓ મહદઅંશે સફળ રહ્યા છે. આવી જમીનો પચાવી પાડવાનો કારસો ઘડવામાં દ્વારકાનાં ચોથી જાગીરનાં જુના જાેગીની અહેમ ભૂમિકા છે. તેઓ ઘનિષ્ઠ રાજકીય સંબંધો ધરાવતા અને ખોટા કામો સરકારી અધિકારીઓ પાસેથી ગણતરીનાં દિવસોમાં કરાવી લેવાનાં માહીર ગણાય છે. જેથી મોટી રાજકીય લાગવગનાં જાેરે આ ભૂમાફિયાઓ અન્ય સાથે મિલાપી કરીને કિંમતી જમીનો સરકાર પાસેથી પડાવી લેવમાં સફળ થયેલ છે. શિવરાજપુર બીચ નજીકનું જમીન કોૈભાંડ અગાઉ બહાર પણ આવેલ હતું અને આ અઠંગ ખેલાડીનું નામ તેમાં સામીલ હતું પરંતુ કોઈપણ સરકારી કામમાં ગોટાળા હોય તો તેવા કામોને સગેવગે કરવાની આગવી કરામત ધરાવતા આ કોૈભાંડીયો જમીન કોૈભાંડમાંથી છટકી ગયેલ છે અને અધિકારીઓ સાથે વહીવટી કરી લીધેલ છે. અધુરામાં પુરૂ આ ભૂમાફિયાએ સરકારી અધિકારીઓને પણ વદગ્રસ્ત જમીનોમાં ભાગીદાર રાખેલા છે. જેથી કરીને સરકારી કામો આસાનીથી પાર પાડી શકાય છે. હવે જાેવાનું એ છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂમાફિયાઓને છોડવામાં નહી આવે તેવી કરેલી જાહેરાતનું શિવરાજપુરમાં પાલન થશે કે કેમ ? તે પણ એક પ્રશ્ન છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!