જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોઈ જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધી દ્વારા જાહેરનામું બહાર પાડી, માસ્ક ફરજીયાત પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા અંગે જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. વધુમાં હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામાં મુજબ કાર્યવાહી ચાલુ હોઈ લોકોને છૂટછાટ આપવામાં આવેલ છે ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના ધ્યાને આવેલ માહિતી મુજબ સામાન્ય રીતે મોટા ભાગના લોકો માસ્ક પહેરે છે પરંતુ અમૂક લોકો પોતે માસ્ક નહીં પહેરતા હોવાની તથા વધુ માસ્ક ગળે લટકાડી રાખી, જ્યારે પોલીસ પસાર થાય ત્યારે મોઢા ઉપર માસ્ક ચઢાવતા હોવાની મળેલ માહિતી આધારે લોકોમાં જાગૃતિ લાવવા સુચનાઓ કરવામાં આવેલ છે જેના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા સ્ટાફ દરરોજ નીકળતા સમયે બસ સ્ટેન્ડ પાસે બિસ્કિટ, ખારી, શીંગ દાળિયાની લારી ઉભી રાખી વેપાર કરતા અને પેટિયું રળી પોતાનું ગુજરાન ચલાવતા એક કાકા પણ માસ્ક ગળે લટકાળી રાખતા હોય એક દિવસ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા સ્ટાફ દ્વારા પોતાની ગાડી ઉભી રાખી કાકાને પોતાનું નામ પૂછતા દિલાવરભાઈ ઇસ્માઇલભાઈ હાલાણી ખોજા જણાવેલ ત્યારે તેઓને જૂનાગઢ પોલીસ દ્વારા સમજાવી પોતે દરરોજ જે રીતે લારી ઉભી રાખી વસ્તુઓ વહેંચે છે પણ માસ્ક પહેરવાના બદલે લટકાડી રાખે છે તે યોગ્ય નથી. આ રીતે માસ્ક લટકાડી રાખવું એ પોતા માટે તથા ગ્રાહકો માટે જોખમ રૂપ છે અને પોતે કોરોના વાયરસનો સોફ્ટ ટાર્ગેટ અને ગ્રાહકો માટે જોખમરૂપ હોવાનું સમજાવવામાં આવેલ. ઉપરાંત જો તેઓને દંડ કરવામાં આવશે તો એક વખતના દંડમાં ચાર પાંચ દિવસનો નફો જતો રહેશે. આ પ્રમાણે સમજાવવામાં આવતા બિસ્કિટ, ખારી, શીંગ દાળિયાની લારી ઉભી રાખી, વેપાર કરતા અને પેટિયું રળી, પોતાનું ગુજરાન ચલાવતા કાકા દિલાવરભાઈ ઇસ્માઇલભાઈ હાલાણી ખોજાને આ વાત હ્રદય સોસરવી ઉતરી ગયેલ હતી અને પોલીસ અધિકારીની શિખામણ બાદ દરરોજ દિલાવરભાઈ ખૂબ જ ચીવટથી માસ્ક પહેરી, પોતાની લારી ઉપર વહેંચાણ કરતા કાયમી જોવા મળતા પોલીસ અધિકારી તથા સ્ટાફ દ્વારા દિલવારચાચાને પુષ્પ ગુચ્છ આપી, તેમની જાગૃકતાને બિરદાવવામાં આવેલ હતી.
જૂનાગઢ પોલીસ દ્વારા હાલમાં જ્યારે માસ્ક નહીં પહેરવાનો દંડ રૂા. ૧,૦૦૦/- થયેલ છે ત્યારે સામાન્ય નાગરિકો દંડ ભરવા સક્ષમ નથી હોતા એવા લોકોને જાગૃતિ લાવવાના નવતર પ્રયોગની પ્રસંશા થઈ રહી છે અને માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા આવા લોકોને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા, માસ્ક પહેરવું અનિવાર્ય હોવાનું અને માસ્ક એ જ વેકસીન હોવાનું જણાવી, જૂનાગઢવાસીઓને પોલીસ દંડ કરે એ વિકલ્પ નથી પણ માસ્ક પહેરવું એ લોકોના હિતમાં હોવાનું પણ સમજાવવામાં આવેલ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews