જૂનાગઢ તાલુકાના ચોબારી ગામે રહેતા નિલોફરબેન અલારખાભાઈ હાલા ગામેતી (ઉ.વ.૩પ)એ ચોબારી ગામનાં હારૂનભાઈ હનીફભાઈ હાલા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરીયાદીને રૂપિયાની મુંઝવણ હોય જેથી આ કામના આરોપી પાસેથી હાથ ઉછીના રૂપિયા એક લાખ લીધેલ જે પરત આપવા જતા આરોપીએ ફરીયાદીને વ્યાજ આપવું પડશે તેમ કહી ભુંડી ગાળો કાઢી પઠાણી ઉઘરાણી કરી ફરીયાદી પાસેથી વ્યાજ સહીતનાં રૂપિયા અઢી લાખ લઈ લીધેલ અને તેમ છતા વધુ વ્યાજ માટે રૂપિયા પંદર લાખની માંગણી કરી ફરીયાદી પાસેથી બળજબરીથી રૂપિયા કઢાવી લેવા ફરીયાદી તથા તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની તપાસ પીઆઈ એસ. એન. સગારકા ચલાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews