જૂનાગઢ : રેસ્ટોરન્ટનાં રસોડામાં આગ ભભૂકી, બીજા માળેથી કુદકો મારતાં કારીગરનું મોત

જૂનાગઢ શહેરના વણઝારી ચોકમાં એક એપાર્ટમેન્ટમાં ખાનગી રેસ્ટોરન્ટના રસોડામાં ગેસનો બાટલ ફાટતાં, આગ લાગતાં જીવ બચાવવા નેપાળી કારીગરે બીજા માળેથી કુદકો મારતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યું નિપજયું હતું. આ અંગેની વિગત મુજબ જૂનાગઢ શહેરના વણઝારી ચોકમાં આવેલ પાંડેજી પાર્સલ પોઈન્ટ નામનું ચાઈનીઝ પંજાબી, અને ગુજરાતી ભોજન માટે રેસ્ટોરન્ટ આવેલ છે જેમાં કામ કરતા નેપાળી કારીગરો રહેતા હતા. દરમ્યાન નજીકના હરિદ્વાર એપાર્ટમેન્ટના બીજા માળે રૂમમાં ગઈકાલે સવારે અચાનક ગેસના બાટલામાં આગ લાગી હતી જેને લઈને રૂમમાં હાજર નેપાળી કારીગર કરણદેવા વિશ્વકર્મા (ઉ.વ. ૧૯)એ જીવ બચાવવા બીજા માળના રવેશમાંથી નીચે કૂદકો માર્યો હતો પરંતુ ગંભીર ઈજા થતાં તેનું સ્થળ ઉપર જ મોત નિપજયું હતું. આગની જાણ ફાયર બ્રિગેડને કરાતાં ફાયરમેન વિજય સેવરા, દેવાયત સોલંકી, યશપાલ પરમાર અને ડ્રાઈવર પરસોત્તમભાઈ સ્થળ પહોંચ્યાં હતાં અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
રેસ્ટોરન્ટમાં ચાલતા રસોડાની તપાસ જરૂરી
આગને લઈ રસોડામાં તમામ ચીજવસ્તુઓ ખાક થઈ ગઈ હતી, રૂમમાં પડેલ પાર્સલ માટેના કાગળના પૂઠા, પ્લાસ્ટીક સહિતની ચીજવસ્તુઓ સળગી ઉઠી હતી. રસોડામાં ગેસના ૭ સીલીન્ડર હતા જેમાંથી એકમાં આગ લાગી હતી. રહેણાંક વિસ્તારમાં રેસ્ટોરન્ટ ચાલતું હોય આ અંગે તપાસ થઈ જાેઈએ તેવી લોકોમાં ચર્ચા ઉઠવા પામી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!