કોરોનાનો ગ્રાફ ભલે ઘટી રહયો હોય પણ બેફિકર થઈને ફરશો તો સંક્રમણની ઝપટે ચડી જશો

રાજ્યમાં કોરોના મહામારીનો કાળચક્ર ફરી વળ્યો છે. કોરોનાના કેસોમાં કેટલાક દિવસોથી ઘટાડો જાેવા મળી રહ્યો છે. પરંતુ કોરોનાથી બેફિકર થઈ ફરી શકીએ એવો ઘટાડો નથી. કેમ કે હજુ પણ રોજના ૧ર૦૦ જેટલા નવા કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે મહામારીની ગાઈડલાઈનને તો અનુસરવું રહ્યું. રાજ્યમાં નવા ૧૧પ૮ દર્દી ઉમેરાયા છે. જ્યારે ૧૦ દર્દીઓના કોરોનાથી મોત થયા છે. જ્યારે ૧૩૭પ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. પરંતુ હજુ રાજ્યમાં ૧પર૦૯ જેટલા એક્ટીવ કેસ છે. તે પૈકી ૮ર દર્દી તો વેન્ટીલેટર ઉપર છે. વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા ૧૪૦૦થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમાં છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. ત્યાં જ આજે તો ૧૨૦૦થી પણ ઓછા કેસ આવ્યા છે. આજે કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૧૫૮ પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૫૩,૯૨૩એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૧૦ દર્દીઓએ દમ તોડતાગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૫૮૭એ પહોંચ્યો છે. જ્યારે ૧૩૭૫ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ૮૭.૭૯ ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં ૫૦,૯૯૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્યભરમાં ૫૧,૧૪,૬૭૭ ટેસ્ટ કરાયા છે. કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશનમાં ૧૬૯, અમદાવાદ કોર્પોરેશનમાં ૧૬૩, વડોદરા કોર્પોરેશન ૮૪, સુરત ૭૯, જામનગર કોર્પોરેશન ૭૭, રાજકોટ કોર્પોરેશન ૭૩, મહેસાણા ૪૧, વડોદરા ૪૦, રાજકોટ ૩૬, પંચમહાલ ૨૭, ભરૂચ ૨૬, જામનગર ૨૩, મોરબી ૨૨, સાબરકાંઠા ૨૨, ગાંધીનગર કોર્પોરેશન ૨૦, અમરેલી ૧૯, સુરેન્દ્રનગર ૧૯, બનાસકાંઠા ૧૭, જુનાગઢ ૧૭, જુનાગઢ કોર્પોરેશન ૧૭, પાટણ ૧૭, આણંદ ૧૬, ગાંધીનગર ૧૬, કચ્છ ૧૫, અમદાવાદ ૧૪, ગીર સોમનાથ ૧૩, ભાવનગર કોર્પોરેશન ૧૧, ખેડા ૧૧, દેવભૂમિ દ્વારકા ૯, મહિસાગર ૯, છોટા ઉદેપુર ૭, દાહોદ ૭, નવસારી ૬, તાપી ૬, અરવલ્લી ૩, ડાંગ ૨, વલસાડ ૨, ભાવનગર ૧, નર્મદા ૧, પોરબંદર ૧ મળી કુલ ૧૧૫૮ કેસો મળ્યા છે. જ્યારે મોત અંગે આરોગ્ય વિભાગની યાદી મુજબ ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશન ૩, સુરત કોર્પોરેશન ૩, વડોદરા કોર્પોરેશન ૩ અને મહિસાગર ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. આમ કુલ ૧૦ લોકોનાં મોત નિપજ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૫૮૭એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૩૫,૧૨૭ નાગરિકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૫,૨૦૯ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૮૨ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૫,૧૨૭ સ્ટેબલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!