દ્વારકામાં હાલ ચાલી રહેલ પુરૂષોત્તમ માસની અગિયારસના દિવસે રાજકોટના એક વૈષ્ણવ પરિવાર દ્વારા પવિત્ર ગોમતી નદીમાં ચુંદડી મનોરથ રાખવામાં આવ્યો હતો. દ્વારકાધીશ મંદિરના સ્વર્ગદ્વાર છપ્પન સીડી પાસે આવેલ ગોમતી માતાજીના મંદિરથી લઈને સામે કાંઠે ૨૫૧ મીટર સુધીમાં ૩૧ ચુંદડી પહોંચાડી ચુંદડી મનોરથ યોજવામાં આવ્યો હતો. તેમજ પુરૂષોત્તમ માસની અગિયારસ નિમિત્તે દ્વારકાધીશ ખાતે સાંજના કુંડલા ભોગ મનોરથ કરવામાં આવ્યો હતો તે દર્શનનો લાભ બહોળી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews