ગુજરાત મીઠાઈ-ફરસાણ ઉત્પાદક વેપારી મહામંડળ દ્વારા ભાવનગરનાં દાસ પેંડાવાળા બેૈજુભાઈ મહેતાની સક્રિયતા માટે બહુમાન કરાયું હતું. પ્રમુખ સહિતનાં હોદ્દેદારોએ બૈજુભાઈની કામગીરીની પ્રશંસા કરી હતી. ગુજરાત રાજય મીઠાઈ ફરસાણ ઉત્પાદક વેપારી મહામંડળની કારોબારી મીટીંગ અમદાવાદ મુકામે હોદ્દેદારોની હાજરીમાં મળી હતી. અધ્યક્ષ કિશોરભાઈ શેઠ અને પ્રમુ કમલેશભાઈએ સોૈને આવકારેલ અને એસોસિએશનને વધુ વિસ્તૃત અને સંગઠિત કરવા જણાવેલ તો મહામંત્રી રાજેશભાઈ પટેલે સંચાલન કરતા મહામંડળની પ્રવૃત્તિની વિગતો આપી હતી. મુકેશભાઈ મોદીએ નવી લાયસન્સ પધ્ધતિની છણાવટ કરી હતી, ત્રુટી વાળી લાયસન્સ પધ્ધતિમાં વહેલાસર સુધારો થાય તેવી આશા વ્યકત કરી હતી. નવા આવેલ લુઝ મીઠાઈની ટ્રે ઉપર બેસ્ટ બીફોર લખવાના કાયદા વિષે ઉપપ્રમુખ બૈજુભાઈ મહેતાએ વિગતવાર વાત કરી હતી.
આ કાયદા સામે મહામંડળની લડત ચાલું છે અને ન્યાય ન મળે ત્યાં સુધી ચાલું જ રહેશે તેમ તેમણે મકકમતા પૂર્વક જણાવેલ હતું. સોૈએ અંબાજીનાં છેલ્લા અધિવેશનનાં સરસ આયોજન બદલ અશોકભાઈ ખંડેલવાલ તથા રાજેશભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપેલ હતા. અધ્યક્ષ કિશોરભાઈ શેઠે જણાવેલ કે લોકડાઉન અને કોરોનાને કારણે મીટીંગ ભલે મોડી થઈ પરંતુ એસોસિએશનનાં હોદ્દેદારો આ સમય દરમ્યાન પૂરજાેશમાં કાર્યરત હતા, તે માટે બૈજુભાઈ મહેતા અને રાધેશ્યામભાઈ અગ્રવાલની કામગીરીની વિશેષ નોંધ લઈ તેમનું શાલ ઓઢાડી, હાર પહેરાવી અને કષ્ટભંજન દેવની છબી આપી સન્માન કરેલ હતું. એમનાં સૂચનથી કારોબારીનાં દરેક મેમ્બરોએ હાલ તુરંત પ,૦૦૦ રૂપિયાનો ફાળો આપી એસોસિએશનનું આર્થિક ભંડોળ મજબૂત કરેલ હતું. અધ્યક્ષ કિશોરભાઈ શેઠે મીટીંગનો સંપૂર્ણ ખર્ચ સહયોગ આપેલ તે બદલ પ્રમુખ કમલેશભાઈએ તેમનો આભાર માનેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews