તલાટીઓને અપાયેલ અધિકારોનો ર્નિણય રદ કરવા ગીર સોમનાથ જીલ્લાના નોટરીઓની માંગણી

0

રાજય સરકાર દ્વારા તલાટીઓને સોગંદનામા કરવાના અધિકાર આપવાના જાહેર થયેલ ર્નિણય સામે વિરોધ દર્શાવવા તથા ગીર સોમનાથ જીલ્લામાં નોટરી એડવોકેટોનું જીલ્લાકક્ષાના સંગઠનની રચના કરવાનું તાજેતરમાં મળેલ નોટરી એડવોકેટોની બેઠકમાં સર્વાનુમતે નકકી કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં રાજય સરકારનો ર્નિણય રદ કરાવવા માટે રણનીતી ઘડવા ચર્ચાઓ કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકાના નોટરી એડવોકેટોની બેઠક વેરાવળ માર્કેટીંગ યાર્ડના સભાખંડમાં મળી હતી. બેઠકમાં ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર અને ઉનામાં નોટરી વ્યવસાય કરતા એડવોકેટો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા. બેઠકમાં તાજેતરમાં રાજય સરકાર દ્વારા તલાટીમંત્રીઓને અનેક પ્રકારના સોગંદનામા કરવાના અધિકાર આપતો ર્નિણય જાહેર કરેલ છે. જેની સામે એકસુરે સખ્ત વિરોધ દર્શાવી ધો.૧૨ પાસ એવા તલાટી કમ મંત્રી પાસે કાયદાનું કોઇ જ્ઞાન હોતું ન હોય ત્યારે તલાટી મંત્રીને ગેઝેટેડ અધિકારીની સત્તા આપવી તે વ્યાજબી નથી. કોરોના મહામારીના કારણે નોટરી વ્યવસાયમાં ભયંકર મંદી હોય એવા સમયે રાજય સરકારે ૨૨ પ્રકારના સોગંદનામાં કરવાના તલાટી મંત્રીને અધિકાર આપેલ જે કાયદા વિરૂધ્ધ હોવાથી શિક્ષિત બેરોજગારી વધવાની ભિતી છે. જેથી નોટરી વ્યવસાયના હિતને બચાવવા માટે રાજય સરકારના ર્નિણયને રદ કરાવવા અંગે આગામી દિવસોમાં કઇ રીતે વિરોઘ દર્શાવવો તેની રણનીતી ઘડવા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ સાથે બેઠકમાં નોટરી વ્યવસાયના પ્રશ્નોને કાયમી વાંચા આપવા માટે ગીર સોમનાથ જીલ્લા નોટરી એસોસીએશનની જરૂરીયાત હોય જેથી એસોસીએશનની રચના કરવી જોઇએ તેવું સુચન થયેલ હતુ. બેઠકમાં આ સુચનને તમામે આવકારી વહેલીતકે ગીર સોમનાથ જીલ્લા નોટરી એસોસીએશન કાર્યરત કરી સંસ્થાના હોદેદારોની વરણી કરવા કમીટી બનાવવાનું સર્વાનુમતે નકકી કરવામાં આવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!