જૂનાગઢનાં એક ડોકટરને ફોન ઉપર ધમકી આપી અને રૂા.પ૦ લાખની માંગણી કરનાર રૂપાવટી ગામનાં શખ્સને એલસીબી પોલીસે ઝડપી લઈ તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢના એક તબીબને એક શખ્સે જીવતા રહેવું હોય તો પ૦ લાખ આપવા પડશે કહી ખંડણી માંગની ધમકી આપી હતી. ડોકટરે આ અંગેની ફરીયાદ નોંધાવતાં ગણત્રીનાં કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપીને લીધો હતો. જૂનાગઢની યુનિક હોસ્પિટલના ડો.દિવ્યાંગભાઈ ધીરજલાલ ભોરણીયાને કોઈએ ફોન ઉપર એવી ધમકી આપી કે, જીવતા રહેવું હોય તો રૂા.પ૦ લાખ આપવા પડશે.
આથી ડોકટરે આ અંગે બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ વાતની જાણ થતાં આઈવજી મનીન્દરસિંગ પવાર અને એસપી રવિ તેજા વાસમશેટીની સુચનાથી એલસીબી પીઆઈ આર.કે. ગોહિલે ફોન નંબર ઉપરથી આરોપીનું લોકેશન મેળવી તેને વિસાવદરનાં રૂપાવટી ખાતેથી ઝડપી લીધો હતો.
પકડાયેલા શખ્સનું નામ હરેશ ઉર્ફે હરી રાજગોર ધીરજલાલ મહેતા (ઉ.વ.૩૦) હોવાનું જાણવા મળ્યું છે. એલસીબીએ તેને બી-ડીવીઝન પોલીસને હવાલે કર્યો હતો. જયાં આરોપી વિરૂધ્ધ કલમ ૩૮૭, પ૦પ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.કે.ડાભી વધુ તપાસ ચલાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews