જૂનાગઢ શહેરનાં લોકોને રસ્તાઓની સુવિધા મળે તે માટે રૂા.રર કરોડનાં ખર્ચે મુખ્યમાર્ગોને પેવરથી મઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને લઈને નગરજનોમાં આશાનો સંચાર થયો છે અને હવે એવું લાગે છે કે, રસ્તાઓ મોડે – મોડે પણ સારા મળી શકશે. પરંતુ આશાના કિરણની વચ્ચે ફરી એકવાર દુઃખનો પહાડ તુટી પડયો છે. ખાસ કરીને રસ્તાઓ તો બનતા બનશે પરંતુ શહેરનાં મુખ્ય માર્ગો ઉપર જયાં ત્યાં રસ્તાઓના આડેધડ ખોદકામ કરી નાંખે છે અને ત્યાર બાદ રીપેરીંગનું કામ પુર્ણ થયા બાદ નકામા કચરાના ઢગલા જે તે સ્થળ ઉપર રહેતા હોવાના કારણે હાલ પ્રજા ભારે મુશ્કેલી વેઠી રહી છે અને તિવ્ર આક્રોશ વ્યકત કરવામાં આવી રહયો છે. ગાંધિચોકમાં ટ્રાફિકજામ દ્રશ્યો પણ સર્જાય છે અને આ યાતનાનું અંત કયારે આવશે તે અંગે લોકો અવઢવમાં છે જૂનાગઢ શહેરના ગાંધીચોક ખાતે બે દિવસ પહેલા નવા રસ્તાઓનાં નવિનીકરણની કામગીરી માટે ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું. આ લખાય છે. ત્યારે રસ્તાના કામનું મુહૂર્ત કરાયું હતું. પરંતુ બે દિવસ થયાં ગાંધીચોકની આજુબાજુ વૈભવની હોટેલ પાસે પાણીની પાઈપ લાઈન ફીટ કરવા કે અન્ય કારણસર રસ્તામાં ખોદકામ કરી નાંખેલ છે.કામ પુરૂ થયા બાદ કસ્તરનાં ઢગલા ત્યાને ત્યાં પડયા રહેવા દીધા છે. જેને લઈને આ વિસ્તારમાં વન -વે જેવી સ્થિતિ સર્જાય હોવાના કારણે ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે અહિંથી પસાર થતા તમામ પ્રકારના વાહનો અને તેના વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. કોઈપણ વાહન ત્યાંથી ટર્ન મારે ત્યારે ટ્રાફીક જામની સ્થિતિ સર્જાય છે. ચારે દિશામાં વાહનોની કતારોના થપ્પા લાગી જાય છે. આજે સવારથી જ આ વિસ્તારમાં વાહનોના થપ્પા લાગેલા જાેવા મળ્યા હતાં. મજેવડી દરવાજાથી વાયા ગાંધીચોક, ગાંધીચોકથી તળાવ દરવાજા સહિતના રસ્તાઓને જાેડતો આ મુખ્ય માર્ગ કહેવાય છે. ટુ વ્હીલર વાહનોથી લઈ ફોરવ્હીલ, એસટી, ખાનગી વાહનો સહિતનું તમામ પ્રકારનું તથા સરકારી કચેરી, બહુમાળી ભવન તથા જીલ્લા સેવા સદન જવા તથા ઝાંઝરડા રોડ તથા ગિરીરાજ સોસાયટી, બસ સ્ટેશન રોડ જવા તથા બાયપાસ બંધ છે. તેથી મોટા વાહનો શહેરમાંથી નિકળે છે જેથી ટ્રાફિકનું ભારણ આ રસ્તા ઉપર રહે છે. આ રસ્તામાં લોકોને નિકળવું હોય તો પણ ભારે મુશ્કેલી સહન કરવી પડે તેમ છે. જેથી સાવ નજીકમાં જવું હોય તો પણ લોકો આ માર્ગ ઉપરથી નિકળતાં અડધો કલાક થાય જેથી દુર સુધીનું ટર્ન લઈ અને જે તે સ્થળે પહોંચતા હોય છે. આવી હાલત આજે ગાંધીચોક અને વૈભવ ચોક ખાતે બની ગઈ છે. જયારે આ બાબતે તત્કાલ યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે. વધુમાં જૂનાગઢ શહેરનાં એમ.જી.રોડ, ચીતાખાના ચોક, કાળવા ચોક, સરદારપટેલ ચોક, જવાહર રોડ, જયશ્રી રોડ, વગેરે વિસ્તારોનાં રસ્તાઓ તો પહેલેથી જ તુટેલા છે. અને વારંવાર ખોદકામ થતું જ રહે છે. અને કામગીરી પુર્ણ કરાયા બાદ કોઈ જાતનું રીપેરીંગ થતું નથી. જેને કારણે લોકો દુઃખ ભોગવી રહયા છે. ત્યારે જૂનાગઢ શહેરની જનતા એવો સવાલ ઉઠાવી રહી છે કે આયોજનના અભાવે ઢંગધડા વગરની કામગીરીના કારણે પ્રજા કાયમને માટે રસ્તાઓની સમસ્યાથી પીડાઈ રહી છે. ત્યારે તેનો કાયમી ઉકેલ લાવવાની માંગણી ઉઠવા પામી છે. વિશેષમાં વૈભવ ચોક ખાતે જે ટ્રાફિક ખોદકામ થયું અને ખોદકામની કામગીરી પુર્ણ થયાં બાદ જે સમસ્યા સર્જાઈ તે સમસ્યાનો ઉકેલ માટે જવાબદાર તંત્રએ ત્વરીત પગલા ભરવાની માંગણી ઉઠવા પામી છે. જૂનાગઢના મનપાના શાસકો દ્વારા લોકોને એનકેન પ્રકારે બાનમાં લેવા કે હેરાન કરવામાં કેમ ખુશી મળતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
લોકોની ફરીયાદને પગલે તંત્ર જાગ્યું
આ લખાય છે ત્યારે વૈભવ ચોકમાં ટ્રાફિક જામ થવાના પગલે લોકોની સતત ફરિયાદ મળતાં જ આખરે તંત્ર જાગ્યુ છે અને ગઈકાલે જે કસ્તર પડયુ રહયું તેને ઉપાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews