ગુજરાત રાજય સરકારે અસામાજીક પ્રવૃતિને અંકુશમાં લઇ આવી પ્રવૃતિ સાથે સંકળાયેલા લોકોને કાયદાનું ભાન કરાવવા માટે કડક કાયદો પસાર કર્યો છે. જેની ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળ સીટી પોલીસે પ્રથમવાર અમલવારી કરી અસામાજીક પ્રવૃતિ કરતા પકડાયેલ શખ્સની પાસા હેઠળ ધરપકડ કરી બરોડાની સેન્ટ્રલ જેલમાં ધકેલવાની નોંધનીય કામગીરી કરી છે. આ અંગે માહિતી આપતા સીટી પીઆઇ ડી.ડી. પરમારે જણાવેલ કે, એક માસ પૂર્વે વેરાવળ શહેરના પોશ વિસ્તાર ગોકુલધામ સોસાયટીના એક રહેણાંક મકાનમાંથી ઘોડીપાસની કલબ પકડી પાડી હતી. આ કલબમાંથી રોકડા રૂા.૨.૧૫ લાખ તથા રૂા.૧.૫૦ લાખનો બાઇક-મોબાઇલનાં મુદામાલ સાથે કલબનાં સંચાલક ચંદુલાલ દુર્ગાદાસ મુલચંદાણી દુર્ગાદાસ મુલચંદાણી સહિત ચાર શખ્સોને પકડી પાડેલ હતા. કલબના સંચલાક ચંદુલાલ મુલચંદાણી સામે અગાઉ પણ જુગાર સહિતની અસામાજીક પ્રવૃતિના કેસો નોંધાયેલા હતા. જેના આધારે તેની સામે પાસા દરખાસ્ત તૈયાર કરી ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠી મારફત ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજય પ્રકાશને મોકલેલ હતી. તાજેતરમાં રાજય સરકારે અમલી બનાવેલા નવા કાયદા મુજબ દરખાસ્તને મંજુર કરાતા સીટી પોલીસના પીએસઆઇ મુસાર, નટુભા બસીયા, દેવદાનભાઇ, સુનીલ માંડણભાઇ, મયુર મેપાભાઇ, અરજણ મેસુરભાઇ સહિતનાએ આરોપી ચંદુલાલ મુલચંદાણીની પાસા વોરંટ તળે અટકાયત કરી બરોડાની સેન્ટ્રલ જેલ ખાતે ધકેલવાની કાર્યવાહી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews