ગુજરાત ઉર્જા વિકાસ નિગમ વડોદરા ખાતે પોલીસ કર્મચારીઓની પ્રતિનિયુકતી ધોરણે નિમણૂંક અપાઈ

ગુજરાત રાજયનાં પોલીસ મહાનિર્દેશકની કચેરી દ્વારા એક પરિપત્ર જારી કરી અને નિમણૂંક પત્ર આપવામાં આવેલ છે. આ પરિપત્રમાં જણાવેલ છે કે, પોલીસ કર્મચારીઓને ઉર્જા વિકાસ નિગમ લી. વડોદરા ખાતે પ્રતિનિયુકતી અને પોલીસના નિયમો શરતોને આધીન શરૂઆતનાં તબકકે ત્રણ વર્ષ માટે નિમણુંક આપવામાં આવી છે. કુલ ૭૯ કર્મચારીઓની પ્રતિનિયુકતીના ઓર્ડરો થયાં છે. જેમાં ઉના પોલીસ સ્ટેશન ગીર-સોમનાથ ખાતે ફરજ બજાવતા એએસઆઈ મહમદ ઈસાકભાઈ ઈબ્રાહીમભાઈ શેખ, હિતેન્દ્ર દેવજીભાઈ ચાવડા -ટ્રાફિક શાખા જામનગર, ગગુભાઈ રાણાભાઈ મકવાણા -ટ્રાફિક શાખા જામનગર, જયંતપુરી જગન્નાથપુરી ગોસ્વામી -સીટી.સી ડીવી.પોસ્ટે. જામનગર, દિનેશભાઈ ધનાભાઈ- જૂનાગઢ રેલવે પોલીસ સ્ટેશન, ભરતભાઈ ડાયાભાઈ માવદીયા – સીપીઆઈ કચેરી માંગરોળ જીલ્લો, હરીશભાઈ કાનાભાઈ પીઠીયા – એસઓજી બ્રાન્ચ જૂનાગઢ, કાનાભાઈ ગોવિંદભાઈ સોસા – એમઓબી શાખા જૂનાગઢ, જીતેન્દ્રસિંહ નટવરસિંહ ચુડાસમા – ભવનાથ પો.સ્ટે. જૂનાગઢ, યોગેશભાઈ ગોવિંદભાઈ – જૂનાગઢ રેલવે પો.સ્ટે., નરેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલા- ટ્રાફિક શાખા ભાવનગર, વનરાજસિંહ જયંવતસિંહ – એલઆઈબી શાખા ભાવનગર, મહિપતસિંહ ખુમાનસિંહ – સુરેન્દ્રનગર રેલવે પોલીસ સ્ટેશન, કિશોરસિંહ વિક્રમસિંહ રાણા – દ્વારકા પો.સ્ટે. દેવભૂમી દ્વારકા ખાતે નિમણુંક કરાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!