વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરકસર માટે જાણીતા છે. એટલું જ નહિ તેમણે પોતાના પગારમાંથી મોટી બચત કરી છે. જેના કારણે છેલ્લા ૧૫ મહિનામાં તેમની સંપત્તિમાં ૩૬.૫૩ લાખ રૂપિયાનો વધારો થયો છે. પગાર સ્વરૂપે મળેલી રકમને તેઓ સેવિંગ ખાતામાં રાખે છે અને એક હિસ્સો ફિકસ ડીપોઝીટ તરીકે જમા રાખે છે. ફિકસ ડિપોઝીટમાં જમા થયેલી રકમ પર મળેલું વ્યાજ પણ તેમની સંપત્તિમાં વધારો થવાનું એક કારણ છે. હાલમાં જ તેમના તરફથી આપવામાં આવેલી સંપત્તિની માહિતીમાં આ વાત સામે આવી છે.
વડાપ્રધાન મોદીની સંપત્તિમાં છેલ્લા એક વર્ષના મુકાબલે ૨૬ ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે તેમની સંપત્તિ ૧૩૯૧૦૨૬૦ હતી જે હવે આ વર્ષે જુનના અંતે વધીને ૧૭૫૬૩૬૧૮ રૂપિયા થઇ છે. વડાપ્રધાન મોદી તરફથી ૧૨ ઓકટોબરના રોજ જાહેર કરવામાં આવેલી સંપત્તિમાં આ બાબત સામે આવી છે તેમની સ્થાવર મિલ્કતમાં કોઇ ખાસ વધારો થયો નથી. ગાંધીનગરમાં એક પ્લોટ અને એક ઘર છે જેની કિંમત રૂા. ૧.૧ કરોડ રૂપિયા છે. જેમાં તેઓ ઉપરાંત તેમના પરિવારના સભ્યો પણ માલિકી હક્ક ધરાવે છે. સામાન્ય લોકોની જેમ પીએમ મોદી પણ ટેકસ બચાવવા માટે લાઇફ ઇન્સોરન્સ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને ઇન્ફ્રાસ્ટ્રકચર બોન્ડમાં રોકાણ કરે છે.
વડાપ્રધાન મોદીને દર મહિને બે લાખ રૂપિયાનો પગાર મળે છે પરંતુ આ વર્ષના એપ્રિલથી તેઓ પણ સાંસદો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનોની જેમ જ ૩૦ ટકા ઓછો પગાર લે છે. તેમના બચત ખાતામાં ૩૦ જૂન સુધી ૩.૩૮ લાખ રૂપિયાની રકમ જમા હતી. જ્યારે ગયા વર્ષે ૩૧ માર્ચના રોજ આ રકમ માત્ર રૂા. ૪૧૪૩ હતી. આ સિવાય તેમની પાસે રોકડ સ્વરૂપે રૂા. ૩૧૪૫૦ રૂપિયા જૂન મહિનામાં હતા. ગાંધીનગરની સ્ટેટ બેંકમાં તેમની ફિકસ ડિપોઝીટ છે જેની રકમ વધીને રૂા. ૧૬૦૨૮૦૩૯ થઇ છે જે ગયા વર્ષે રૂા. ૧૨૭૮૧૫૭૪ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews