ખંભાળિયા તાલુકાના સલાયા બંદર ખાતે એક માછીમારી બોટના ખોટા કાગળો તૈયાર કરી, સતત બે માસ સુધી દરિયામાં માછીમારી કરવા સબબ સલાયાના એક મહિલા સહિત બે સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પ્રકારની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામના દરિયા કાંઠે “અલ પીર એ ગોસ” નામની એક માછીમારી બોટ અંગે જિલ્લા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ કાર્યવાહી દરમ્યાન આ માછીમારી બોટના જરૂરી કાગળોમાં શંકા જતા આ અંગે સલાયાના રહીશ અને “અલ પીર એ ગોસ” બોટના માલિક સલીમ અબુબકર દાઉદ ભાયા નામના મુસ્લિમ વાઘેર શખ્સની માલિકીની આ બોટનાં દસ્તાવેજ અંગે સલીમ અબુબકર ભાયા તથા જુબેદા ઈકબાલ બેલાઈ દ્વારા પૂર્વયોજીત કાવતરૂ રચી, “અલ પીર એ ગોસ” નામની બોટ ન હોવા છતાં પણ આ બોટના નામનું ખોટા વેંચાણ કરાર અંગેનું સોગંદનામું તૈયાર કરી, આ દસ્તાવેજ દ્વારા અન્ય બોટમાં “અલ પીર એ ગોસ” ના નામનું બોર્ડ લગાવી અને ફિશરીઝ વિભાગમાં આ બોટ પોતાના નામે કરવા માટેની અરજી કરી અને ખોટી માહિતી આપી હતી. આટલું જ નહીં, આ બોટ દ્વારા છેલ્લા બે માસથી દરિયામાં માછીમારી કરતી હોવાનું પણ વધુમાં ખુલવા પામ્યું છે. આ અંગે જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા જાતે ફરિયાદી બની, સલીમ ભાયા તથા ઝુબેદા ઈકબાલભાઈ સામે આઇ.પી.સી. કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, તથા ૧૨૦ (બી) મુજબ સલાયા મરીન પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની તપાસ સલાયાના ઇન્ચાર્જ પી.આઇ. એ.ડી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews