માંગરોળમાં ગાયત્રી નગરની બહેનો દ્વારા પુરૂષોત્તમ માસની ભાવપૂર્વક ઉજવણી કરાઈ

0

માંગરોળમાં ગાયત્રીનગર વિસ્તારની બહેનો દ્વારા છેલ્લા એક મહિનાથી પવિત્ર પુરૂષોત્તમ માસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષોથી હિન્દુ સમાજમાં આ અધિક મહીનાને ખૂબ જ ધાર્મિક અને મહત્વનું ગણવામાં આવે છે, ત્યારે અલગ અલગ વિસ્તારોમાં તથા દરેક મંદિરમાં બહેનો દ્વારા ખૂબ જ ભકિત-ભાવ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવતું હોય છે. દરરોજ સવારે પૂજા, પાઠ, સત્સંગ સાથે સત્યનારાયણની કથા, ગોર માની આરતી, વન ભોજન, અન્નકૂટ ભોગ, નંદભૈયો તથા સમુહ આરતી કરી ઉજવણી કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!