માળિયાહાટીના તાલુકાના માતરવાણીયા ગામેથી નકલી ડોકટરને ઝડપી લેતી એસઓજી પોલીસ

0

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા અને એસઓજી લગત કામગીરી કરવા સારૂ જૂનાગઢના પોલીસ ઈન્સ. એચ.આઈ. ભાટી તથા પીએસઆઈ જે.એમ.વાળા તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય અને હકીકત મળેલ કે માળિયાહાટીના તાલુકાનાં માતરવાણીયા ગામમાં રામમંદિર પાસે હરેશકુમાર જયંતિલાલ ભટ્ટ (ઉ.વ.પ૦) રહે.માતરવાણીયા વાળો કોઈ પણ પ્રકારની ડીગ્રી વગર પોતાની ઓળખ ડોકટર તરીકે આપી પ્રેકટીસ કરી દવાઓ આપે છે જે ચોકકસ બાતમી આધારે રેઈડ કરતા એક ઈસમને કોઈપણ પ્રકારની ડીગ્રી વગર પોતાની ઓળખ ડોકટર તરીકે આપી કુલ ૩૯ પ્રકારની અલગ – અલગ દવાઓ જેની કી.રૂા.પ,૯૯૦/- સાથે પકડી પાડી આગળની કાર્યવાહી માટે માળિયા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એસઓજીના પીએસઆઈ જે.એમ.વાળા તથા હે.કો. એમ.વી. કુવાડીયા, પી.એમ. ભારાઈ, સામતભાઈ બારીયા તથા પો.કો. અનિરૂધ્ધસિંહ ચાંપરાજભાઈ, મહેન્દ્રભાઈ દાનાભાઈ, પરેશભાઈ ચાવડા, રવિભાઈ ખેર, ભરતસિંહ સિંધવ, શૈલેન્દ્રસિંહ સિસોદીયા, ધર્મેશભાઈ વાઢેળ, રવિરાજવાળા, ડ્રાઈવર બાબુભાઈ નાથાભાઈ, જયેશભાઈ બકોત્રા વિગેરે સ્ટાફ આ કામગીરીમાં જાેડાયેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!