જૂનાગઢમાં નવજાત શીશુ સારવાર કેન્દ્ર ચીલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર પામેલા બાળકો એકદમ તંદુરસ્ત

0

નવજાત શીશુની યોગ્ય સાર અને સંભાળ અને તેઓને સારામાં સારી આરોગ્ય સેવા જૂનાગઢની જાણીતી સ્પંદન હોસ્પિટલ દ્વારા આપવામાં આવી રહી છે. જૂનાગઢમાં ઝાંસીની પ્રતિમાની સામે સ્પંદન ચીલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં ડો.વિરલ કોરડીયા અને ડો.કેયુર કણસાગરાના માર્ગદર્શન હેઠળ નવજાત શીશુને સારવાર આપવામાં આવી રહી છે. દ્વારકાધીશ માર્કેટ-બી થર્ડ ફલોર ખાતે આવેલ સ્પંદન ચીલ્ડ્રન હોસ્પિટલનાં ડો.વિરલ આર. કોરડીયા એમબીબીએસ ડીસીએચનો અભ્યાસક્રમ ર૦૦૪માં એમ.પી.શાહ મેડીકલ કોલેજ અને જી.જી.હોસ્પિટલ જામનગર ખાતેથી પુર્ણ કરેલ અને ત્યારબાદ ર૦૦૪-ર૦૦પમાં બી.જે.વાડીયા હોસ્પિટલ મુંબઈ ખાતે સીનીયર રેસીડેન્સ તરીકે ફરજ બજાવી છે. જયારે ર૦૦પ-ર૦૦૬માં સામુહિક આરોગ્ય કેન્દ્ર માણાવદર ખાતે મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવી છે. આ ઉપરાંત ડો.કેયુર એન. કણસાગરાએ ર૦૦૪માં એમબીબીએસ ડીસીએચ એમ.પી.શાહ મેડીકલ કોલેજ અને જી.જી. હોસ્પિટલ જામનગર ખાતેથી ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ રેસીડન્સ ડોકટર તરીકે અર્પણ ન્યુ બોર્ન અમદાવાદ ખાતે ર૦૦૪-ર૦૦૬માં ફરજ બજાવી છે. સ્પંદન બાળરોગ તથા ન્યુ બોર્ન કેર હોસ્પિટલ જૂનાગઢ ખાતે ર૦૦૬ થી તેઓ સારવાર આપી રહયા છે. સ્પંદન હોસ્પિટલ બાળરોગ તથા નવજાત શિશુ સારવાર કેન્દ્રમાં ર૦૦૬ થી શરૂ કરવામાં આવેલ છે. ૧૪ વર્ષના આ સમયગાળા દરમ્યાન ૬ હજાર જેટલા શીશુની સઘન સારવાર તેમજ ૮૦ હજાર જેટલા બાળ દર્દીઓની ઓપીડી સારવાર, રસીકરણ તથા માર્ગદર્શન આપવામાં આવેલ છે. સ્પંદન હોસ્પિટલમાં યોગ્ય સારવાર પ્રાપ્ત થયેલા નવજાત શીશુઓનાં ખીલખીલાટ હાસ્યથી આ હોસ્પિટલ ગુંજી ઉઠે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!